પોતાનો વિડીયો વાયરલ (Viral Video) સોશ્યલ મીડિયા ઉપર કરીને પ્રખ્યાત થઈ જવાની ઘેલછા ઘણી વખતે જીવનના અંત સુધી પહોંચી જવા માંડી છે. આવો જ એક વિડીયો તાજેતરમાં સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ વીડિયો (Viral Video) જોયા પછી, લોકો છોકરીની માતાની બેદરકારી ઉપર ગુસ્સો ઠાલવી રહ્યા છે.
સોશ્યલ મીડિયા હવે વ્યસનની હદે જવા માંડ્યું છે, આ વ્યસનના વ્યસની થયા બાદ આત્મશક્તિ વગર અન્ય કોઈ દવાથી પણ મુક્ત થઈ શકાતું નથી. આજકાલ લોકો વાયરલ થવા માટે અથવા સોશિયલ મીડિયા પર ફોટો કે વીડિયો પોસ્ટ કરવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા ખચકાતા નથી એવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે.

વાયરલ વિડીયો (Viral Video) જોઈ નેટિઝન્સનો ગુસ્સો ફાટ્યો
આવો જ એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વાયરલ વિડીયોમાં (Viral Video) એક માતાએ વિડીયો બનાવવાની ઘેલછામાં પોતાની પુત્રીને મોતના મુખમાં ધકેલાઈ ગઈ ત્યાં સુધી બેદરકારી દર્શાવી હોવાનું જણાઈ આવે છે. વાયરલ વીડિયો (Viral Video) જોયા બાદ લોકો માતાની બેદરકારી ઉપર ગુસ્સો ઠાલવી રહ્યા છે અને અંગે ઉગ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે.

સમુદ્રના મોજા વહાવી લઈ ગયા દીકરીને
વાયરલ વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે છોકરી ખૂબ જ આનંદમાં છે અને તે દરિયાના મોજાઓનો મજા લૂંટી રહી છે. સમુદ્રના મોજા છોકરી તરફ ખૂબ જ ઝડપથી આવી રહ્યા છે અને પરત ફરી રહ્યા છે. છોકરી જ્યારે સમુદ્રના મોજાનો આનંદ લઈ રહી છે ત્યારે તેની માતા વીડિયો બનાવી રહી હોવાનું જણાય છે. સમુદ્રના મોજાની ગતિ જોખમી જણાઈ રહી હોવા છતાં વિડીયો બનાવવાનું ચાલુ રાખે છે. આ દરમિયાન, અચાનક એક જોરદાર મોજું આવે છે અને છોકરીને ખેંચીને સમુદ્રમાં વહાવી જાય છે. દુર્ઘટના બનતા ત્યાં ઉપસ્થિત લોકો બૂમો પાડવા લાગે છે.

વાયરલ વિડીયો (Viral Video) ક્યાંનો છે તે સ્પષ્ટ નથી થયું. લોકો વિડીયો સોશ્યલ મીડિયા પર શેર કરી રહ્યા છે. નેટીઝ્ન્સ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. નેટિઝન્સ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે કોઈ આટલું બેદરકાર કેવી રીતે હોઈ શકે? કેટલાક લોકો કહે છે કે આ એક જૂનો વીડિયો છે, જે સોશિયલ મીડિયા પર ફરીથી શેર કરવામાં આવી રહ્યો છે.
यह लापरवाह मां अपनी बेटी की समुंदर के किनारे Reel बना रही थी, लेकिन यह पल सेंकडों में खौफनाक मंजर में बदल गया।
— Dr. Sheetal yadav (@Sheetal2242) June 10, 2025
समुंदर की ऊंची लहरें इस बच्ची को समुंदर में खीच ले गईं।
समुद्र बहुत सुंदर है, लेकिन साथ में निर्दयी भी है। कभी मत भूलिए कि इसकी ताकत कितनी जल्दी जानलेवा बन सकती है। pic.twitter.com/4iOQ8Lx2vf
આ વાયરલ વીડિયો (Viral Video) જોયા પછી, લોકો છોકરીની માતાની બેદરકારી ઉપર ગુસ્સો ઠાલવી રહ્યા છે. જ્યારે સસુદ્રના મોજા ખુબ ગતિથી આવી રહ્યા છે ત્યારે જોખમ હોવા છતા પોતાની દીકરીને આ રીતે જીવના જોખમમાં મુકવાનો શું અર્થ હતો. કેટલાક નેટિઝન્સ કહી રહ્યા છે કે વીડિયોમાં ઘણી બધી વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી, તેથી તેઓ છોકરી વિશે ચિંતિત છે કે તેનું શું થયું. આ વીડિયો શેર કરતી વખતે, લોકો લખી રહ્યા છે કે સમુદ્ર ખૂબ જ સુંદર હોવાની સાથે સાથે નિર્દય પણ છે. ક્યારેય ભૂલશો નહીં કે તેની શક્તિ કેટલી ઝડપથી જીવલેણ બની શકે છે.
[…] 30 ફૂટ નીચે કોતરમાં પડી ગઈ હતી. જેનો વિડીયો સામે આવ્યો […]