Tiger
Spread the love

વાઘ (Tiger) સૌથી આક્રમક શિકારી પ્રાણી ગણાય છે અને જ્યારે તે કોઈનો શિકાર કરે અને પછી તેની પોતાની તબિયત બગડી હોય અસહજ થયો હોય એવું જોવા મળ્યું નથી. ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પીલીભીત ટાઇગર રિઝર્વમાં (Pilibhit Tiger Reserve) સાવ અજબ ચક્કર ચાલ્યું હતું.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પીલીભીત ટાઇગર રિઝર્વના (Pilibhit Tiger Reserve) એક વાઘનો વીડિયો વાયરલ થયો છે, જેણે સૌને અચરજમાં નાખી દીધા છે. આ વાયરલ વિડીયોમાં વાઘ અજગરનો શિકાર કરતો જોઈ શકાય છે.

અજગરનો શિકાર કર્યા બાદ વાઘની (Tiger) તબિયતમાં ગડબડ થૈ હોય એવું જણાઈ આવે છે. આમ તો વાઘ અજગરને પોતાનો શિકાર બનાવતો હોય એવું ધ્યાનમાં આવતું નથી, પરંતુ અહિં તે જોઈને જોનારા સૌ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

સહેલાણીઓએ રેકોર્ડ કર્યો અજગર ખાતા વાઘનો (Tiger) વિડીયો

વિડીયોમાં જોવા મળી છે કે વાઘ ભુખ્યો છે અને તે સામે અજગર જોતા તેને ખાવા લાગે છે. જોકે અજગરનો કોળિયો કરી લીધા બાદ વાઘ અસ્વસ્થ જણાઈ આવે છે. અજગર આરોગ્યા બાદ વાઘ (Tiger) ઉલટી કરતો હોય તેમ અને બેચેનીથી અહીં-ત્યાં ભટકતો હોય તેમ જોવા મળે છે. આ ઘટના પીટીઆરના પ્રવાસી વિસ્તારમાં પાકા ટ્રેક રોડ પર બની હતી. ત્યાં હાજર પ્રવાસીઓએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં રેકોર્ડ કરી હતી, જે હવે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગે કરી કાર્યવાહી

વાઘનો અજગર ખાધા બાદ અસ્વસ્થ થયેલો વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગ કાર્યવાહી કરવા આગળ આવ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. વન વિભાગના સ્ટાફે વાઘના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે વિસ્તારમાં કેમેરા મૂકીને તેનું નિરીક્ષણ શરૂ કર્યું છે. વાઘનું આ અસામાન્ય વર્તન વન્યજીવન નિષ્ણાતો માટે પણ ચિંતાનો વિષય બની ગયું છે. હાલમાં, વન વિભાગની ટીમ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે પરંતુ વન વિભાગના અધિકારીઓ કેમેરા સામે કંઈપણ કહેવાનો ઈનકાર કરી રહ્યા છે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “અહો આશ્ચર્યમ! વાઘે (Tiger) ખાધો અજગર અને પછી બગડી તબિયત, ખાધુ ઘાસ, પ્રવાસીઓ જોઈને ચોંક્યા, જુઓ વિડીયો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *