આંધ્રપ્રદેશની કુકડાની લડાઈ (Cock Fighting) ખૂબ પ્રખ્યાત છે. અહીં મકરસંક્રાંતિના અવસર પર લોકો કુકડાની લડાઈ (Cock Fighting) પર કરોડો રૂપિયાનો સટ્ટો લગાવે છે. ગોદાવરી જિલ્લામાં કોક ફાઈટમાં એક માણસના કુકડાએ તેને કરોડપતિ બનાવી દીધો હતો. જ્યાં કુકડાની લડાઈ (Cock Fighting) પર 1 કરોડ રૂપિયાની શરત લગાવવામાં આવી હતી અને વિજેતાએ 1 કરોડ 25 લાખ રૂપિયા જીતી લીધા હતા.
સવા કરોડ રુપિયાની શરત
આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં પણ એક મોટી બે કુકડા વચ્ચે લડાઈ (Cock Fighting) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે કુકડા વચ્ચે લડાઈ (Cock Fighting) માં બાજી ઘણી ઊંચી લગાવવામાં આવી હતી. વેંકટરામૈયાએ કુકડાની લડાઈ પર રૂ. 1.25 કરોડની શરત લગાવી હતી. છેલ્લા 10 દિવસથી 1 કરોડ રૂપિયાની આ બાજી વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી હતી. જેમાં ગુડીવાડા પ્રભાકર રાવનો મોર અને રંગાપુરમ રતૈયાનો રસંગી કૂકડો મેદાનમાં હતા.
1.25cr 5mins lo kottysindhi bhayya🙏#Bhimavaram #cockfight pic.twitter.com/ComNzxZUe5
— Tarun Adapa (@TarunAdapa) January 16, 2025
લોકોમાં ભારે ઉત્સાહ
આયોજકોએ કુકડા વચ્ચેની લડાઈ પાછળ 25 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. બે કુકડા વચ્ચે લડાઈ જોવા માટે વિવિધ રાજ્યોમાંથી ખેલંદાઓ પણ આવ્યા હતા. આ દરમિયાન લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શરૂઆતથી અંત સુધી બે કુકડા વચ્ચે લડાઈ જોવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે લોકોએ આ લડાઈને ખૂબ એન્જોય કરી. ગુડીવાડા પ્રભાકર રાવના મોર કુકડાએ રંગાપુરમ રતૈયાના રસંગી કુકડાને હરાવી દીધો અને તેના માલિકને કરોડપતિ બનાવ્યો હતો.
1500 થી વધુ કુકડાની લડાઈ (Cock Fighting)
કુકડાની લડાઈ પુરી થયા બાદ વિજેતા ટીમે સ્ટેજ પર ખૂબ જ ઉજવણી કરી હતી. મકરસંક્રાંતિના અવસર પર, આંધ્રપ્રદેશના ગોદાવરીમાં નારિયેળના વાવેતર અને કેરીના બગીચાઓમાં 1500 થી વધુબે કુકડા વચ્ચે લડાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે અનેક જગ્યાએ મોટા પ્રમાણમાં કુકડાની લડાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલીક જગ્યાએ સ્ટેડિયમની જેમ LED સ્ક્રીન પર લાઇવ સ્ટ્રીમિંગ અને કોમેન્ટ્રી સાથેની કુકડાની જંગેએ હલચલ મચાવી હતી. કુકડાઓ વચ્ચે લડાઈની પરંપરા અહિં વર્ષોથી ચાલી આવે છે.