રોડ એક્સિડન્ટમાં (Road Accident) થઈ રહેલો વધારો ચિંતાજનક છે. તાજેતરમાં કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં આવો એક ભયાવહ રોડ એક્સિડન્ટમાં (Road Accident) નો વિડીયો સામે આવ્યો છે. વાયરલ વિડીયોમાં દેખાતા દ્રશ્યો ભયાવહ છે.

કર્ણાટકમાં NH-150A પર થયો રોડ એક્સિડન્ટમાં (Road Accident)
આ અકસ્માત NH-150A પર ચલ્લાકેરે અને બલ્લારી વચ્ચે બોમ્મક્કનહલ્લી મજીદ નજીક થયો હતો. અકસ્માતના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યુ છે કે એક કાર ઉપરથી પલટીઓ ખાતી ખાતી નીચે ધસી આવી રહી છે.
મળતી માહિતી મુજબ કાર હાઇ-વે ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ સતત 15 વખત અટક્યા વિના ફુલ સ્પીડમાં પલટી મારતી દેખાઈ રહી છે. મૃતકોની ઓળખ કાર ચલાવતા મૌલા અબ્દુલ (35) અને તેના બે પુત્રો – રહેમાન (15) અને સમીર (10) તરીકે થઈ છે. આ અકસ્માતમાં મૌલાની પત્ની સલીમા બેગમ (31), તેની માતા ફાતિમા (75) અને બીજો પુત્ર હુસૈન ગંભીર રીતે ઘાયલ થયા હતા.
Car flips 15 times, bodies thrown in the air: 3 dead in #Karnataka highway crash
— The Times Of India (@timesofindia) April 2, 2025
Details 🔗 https://t.co/B3vchwMupE pic.twitter.com/7AqEorqdfv
પોલીસે ઘાયલોને બલ્લારીની VIMS હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મૌલા અબ્દુલનો પરિવાર મૂળ યાદગીરનો હતો અને બેંગલુરુમાં મજૂરી કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે તે બેંગલુરુથી પોતાના વતન યાદગીર પરત ફરી રહ્યો હતો. આ અકસ્માતની તપાસ પીએસઆઈ મહેશ હોસાપેટે દ્વારા કરવામાં આવી હતી, અને આ કેસ રામપુરા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે.
આ ખૌફનાક ઘટનાનો એક વીડિયો વાયરલ થયો જેમાં જોઈ શકાય છે કાર પલટી ખાતી ખાતી નીચે તરફ પુરપાટ ધસી રહી હતી.


[…] કર્ણાટકમાં મુસ્લિમ વસ્તી 1984માં 39 લાખ 63 હજાર 71 હતી અને ટકાવારી 10.97 હતી. ૨૦૧૫માં આ સંખ્યા વધીને 76 લાખ 99 હજાર 425 થઈ ગઈ અને મુસ્લિમોની ટકાવારી 12.8 હતી. આ રીતે, મુસ્લિમોની વસ્તીમાં 94 ટકાનો વધારો જોવા મળ્યો. […]