રેલ્વેમાં લોકો પાયલટ (Loco Pilot) મધ્યપ્રદેશના પન્નામાં એક યુવકે તેની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે. પીડિત યુવકે પોલીસ અધિક્ષકને ફરિયાદ કરતા કહ્યું કે, તેની પત્ની તેને નિર્દયતાથી મારે-પીટે છે. યુવકે કહ્યું કે, મારી પત્ની મને માર મારે છે, સાહેબ મને બચાવો. પીડિત યુવકે આ સમગ્ર ઘટનાને છુપા કેમેરામાં રેકોર્ડ પણ કરી લીધી છે, જેના પુરાવા પોલીસને સોંપવામાં આવ્યા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. રેલ્વેમાં લોકો પાયલટ (Loco Pilot) યુવકને તેની પત્ની મારતી હોય તેવો વિડીયો વાયરલ (viral Video) થયો છે.

મળતી માહિતી મુજબ, 30 વર્ષીય લોકેશ માંઝી રેલ્વે વિભાગમાં લોકો પાયલટ (Loco Pilot) તરીકે કામ કરે છે. લોકેશના લગ્ન જૂન 2023માં હર્ષિતા રૈકવાર નામની યુવતી સાથે થયા હતા. લોકેશે આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદ પત્ની, સાસુ અને સાળાએ પૈસા અને સોના-ચાંદીની માંગણી શરૂ કરી હતી. લગ્ન બાદથી તેની પત્ની તેને તેના માતા-પિતા અને મિત્રોને મળવા દેતી ન હતી.
રેલ્વેના લોકો પાયલટની (Loco Pilot) નો આરોપ
લોકેશ કુમાર માંઝી મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના અજયગઢ તાલુકાનો રહેવાસી છે. હાલ તે સતનામાં રહે છે અને રેલ્વેમાં લોકો પાયલટ (Loco Pilot) તરીકે નોકરી કરે છે. લોકેશ કહે છે કે, ‘મેં ગરીબ પરિવારની છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. લગ્નમાં મેં કોઈ દહેજ નથી લીધું. યુવતીના પિતા પેટ્રોલ પંપ પર કામ કરે છે. લગ્ન પછી મારી પત્ની મને મારા માતા-પિતા સાથે વાત કરવા દેતી નથી કે કોઈને મારા ઘરે પણ નથી આવવા દેતી.

લોકો પાયલટ (Loco Pilot) તરીકે નોકરી કરતા યુવકનો આરોપ છે કે, ‘તેની પત્ની તેને તેના મિત્રોને પણ મળવા દેતી નથી. તેમજ તે ઘરના કામમાં મદદ કરતી નથી. લોકેશે ફરિયાદમાં જણાવ્યું છે કે તેની પત્ની તેની સાથે ગળાગાળી અને મારપીટ કરતી રહે છે. આ કારણોસર મેં ઘરમાં એક કેમેરો લગાવ્યો છે જેના વીડિયો મારી પાસે છે. મારી સાથે ઝઘડો કર્યા પછી, પત્નીએ તેની માતા અને ભાઈને સતના બોલાવ્યા અને 20 માર્ચ, 2025 ના રોજ, બધાએ મને માર માર્યો, જેના કારણે મને ઈજાઓ થઈ. આ અંગે સતના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.’
પીડિત યૂવૅકે કહ્યું કે, જ્યારે મારી પત્ની અને તેના પરિવારને પોલીસને ફરિયાદની જાણ થઈ ત્યારે તેણે આત્મહત્યા કરવાની અને પુત્રીને મારી નાખવાની ધમકી આપી.’ આ ઉપરાંત ‘હું તને અને તારા પરિવારને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલીશ.’ એવી ધમકી પણ આપી હતી.
मध्य प्रदेश के पन्ना जिले में एक चौंकाने वाला मामला सामने आया है, जहां रेलवे कर्मचारी लोकेश मांझी ने अपनी ही पत्नी पर गंभीर आरोप लगाए हैं। वह पुलिस अधीक्षक कार्यालय पहुंचकर अपनी पीड़ा सुनाने लगा और कहा, "साहब, मेरी बीवी से बचाओ!" उसने अपने साथ हो रही मारपीट और प्रताड़ना के वीडियो… pic.twitter.com/wYyj2uJ1mQ
— Punjab Kesari (@punjabkesari) April 2, 2025
લોકેશે કહ્યું કે મારી પત્નીએ પણ એક વખત મચ્છર મારવાની દવા પી લીધી હતી. હું ખૂબ જ ભયભીત અને ચિંતિત છું. મેં અજયગઢ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં હવે હું આ અરજી આપી રહ્યો છું. મને ન્યાય મળવો જોઈએ અને મારી પત્નીથી બચાવવામાં આવે.
લોકેશ માંઝીએ કહ્યું કે હું રેલ્વેમાં લોકો પાયલોટ છું. મારી પત્ની મારી સાથે ગાળાગાળી અને મારપીટ કરતી રહે છે. જેના કારણે મેં ઘરમાં કેમેરા લગાવ્યો છે, જેમાં મારપીટની ઘટના કેદ થઈ ગઈ છે. મારી પત્ની પણ આત્મહત્યા કરવાની ધમકી આપે છે. આ બાબતે હું એસપી પાસે આવ્યો છું.
Panna, MP! 20/03/2025: Railway loco pilot Lokesh Kumar Manjhi's wife beating Lokesh! Lokesh told Panna SP that his wife Harshita threatens that she will commit suicide! She will kill the daughter too! She will implicate the family members in a false case & send them to jail! + pic.twitter.com/1Vl4LwgIoN
— Kalu Singh Chouhan (@kscChouhan) April 2, 2025
એસપી પન્ના સાઈ કૃષ્ણ એસ થોટાએ જણાવ્યું કે એક યુવકે તેની પત્ની દ્વારા ઉત્પીડન કરવામાં આવતું હોવાની અરજી આપી છે. તેણે એક વીડિયો ફૂટેજ પણ બનાવ્યો છે. જોકે આ ઘટના સતનાની છે. ત્યાં કેસ નોંધવામાં આવ્યો છે. સંબંધિત પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને પણ જાણ કરવામાં આવી છે.
[…] અને CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ […]