દેશના જાણીતા પત્રકાર સુધીર ચૌધરી (Sudhir Chaudhary) ઘણા સમયથી આજતક ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા હતા હવે તેમણે એક મોટી ડીલ કરી છે અને આજતક ન્યૂઝ ચેનલ સાથે છેડો ફાડવાનું નક્કે કરી લીધું છે. ચૌધરી ટૂંક સમયમાં એક સમયે સૌથી લોકપ્રિય એવી ન્યૂઝ ચેનલમાં શો કરતા જોવા મળશે.
સુધીર ચૌધરીએ (Sudhir Chaudhary) સોશ્યલ મિડીયા ઉપર આપી જાણકારી
સુધીર ચૌધરીએ (Sudhir Chaudhary) પોતાના આજતક છોડવાના નિર્ણયની જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક વિડીયો પોસ્ટ કરીને આપી છે. મિડીયાના વર્તુળોમાં ઘણા સમયથી સુધીર ચૌધરી આજતક ચેનલ છોડવાના હોવાની ચર્ચા અને અટકળો ચાલતી હતી ત્યારે એ ચર્ચાનો અંત સુધીર ચૌધરીએ જાતે જ લાવી દીધો છે.
My last walk on the news ramp for Black&White on Aaj Tak. See you soon on a new platform with a new show. pic.twitter.com/YGI54eyYAb
— Sudhir Chaudhary (@sudhirchaudhary) April 4, 2025
સુધીર ચૌધરીએ શેર કર્યો વિડીયો
સુધીર ચૌધરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમના વર્તમાન શૉ વખતે એંટ્રી કરતા હોય તેનો વીડિયો શેર કરીને આ જાણકારી આપી હતી. તેમણે વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, આજતક પર બ્લેક વ્હાઈટમાં ન્યૂઝ રેમ્પ પર મારુ છેલ્લુ વોક. ટૂંક સમયમાં એક નવા શો સાથે નવા મંચ પર આપની સાથે મુલાકાત થશે.
અહીં ઉલ્લેખનીય છે કે, સુધીર ચૌધરીને (Sudhir Chaudhary) આજતક ચેનલ તરફથી ફેરવેલ પાર્ટી આપવામાં આવી હતી. જેના ફોટોગ્રાફ પણ વાયરલ થઈ રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ પ્રસાર ભારતીમાં તાજેતરમાં યોજાયેલી મીટિંગમાં ચર્ચામાં આવેલા મેમોરેન્ડમ મુજબ પ્રસારણકર્તાએ સુધીર ચૌધરી (Sudhir Chaudhary) જેનું પ્રતિનિધિત્વ કરે છે એવી “ESSPRIT પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ” ને ડીડી ન્યૂઝ પરથી એક કલાકના સ્લોટના વિશેષ શો જે અઠવાડિયામાં પાંચ દિવસ પ્રસારિત થશે તે તૈયાર કરવાની મંજૂરી આપી છે.
પ્રસાર ભારતી દ્વારા રચાયેલી વાટાઘાટ સમિતિએ શોના ખર્ચ અંગે સુધીર ચૌધરીની (Sudhir Chaudhary) કંપની સાથે પાંચ બેઠકો યોજી હતી, ત્યારબાદ રકમ નક્કી કરવામાં આવી હતી. નામ ન આપવાની શરતે અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે સીબીસીના દરો મુજબ દર વર્ષે 260 શોના એક કલાકના કાર્યક્રમોના નિર્માણ માટે 28.6 કરોડની રેન્જમાં ડીલ કરવાની હતી જે રૂ. 15 કરોડમાં કરવામાં આવી.

પ્રસાર ભારતીના આ ઘટનાક્રમથી જાણકાર લોકોએ જણાવ્યું હતું કે આ વિચારનો હેતુ સમાચારના ક્ષેત્રમાં ડીડી ન્યૂઝને પુનઃજીવિત કરીન સ્પર્ધાત્મક બનાવવાનો છે. ચૌધરીના શો સિવાય, અન્ય ઘણા શો અને કાર્યક્રમો પણ આગામી અઠવાડિયામાં પાઇપલાઇનમાં છે. તેમણે કહ્યું કે આ ડીલ દૂરદર્શનની વર્તમાન કન્ટેન્ટ વ્યૂહરચનામાં પરિવર્તન લાવશે અને તેને વધુ મલ્ટીમીડિયા આધારિત બનાવશે.
સુધીર ચૌધરી આજતકને ટાટા બાય બાય કર્યા બાદ સુધીર ચૌધરી (Sudhir Chaudhary) સરકારી ચેનલ દૂરદર્શન પર દેખાશે. પ્રસાર ભારત સાથેની તેમની મેગા ડિલ ટીવી ઈતિહાસની સૌથી મોંઘી ડિલ હોવાનું કહેવાય છે. કહેવાઈ રહ્યું છે કે સુધીર ચૌધરી દૂરદર્શન ઉપર પણ રાત્રે 9 વાગ્યના પ્રાઈમ ટાઈમમાં નવા ફોર્મેટ સાથે નવો જ શૉ કરી શકે છે.
