Spread the love

  • હૈદરાબાદમાં કોંગ્રેસની CWCની આજે બેઠક
  • પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા થવાની સંભાવના
  • રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા વાડરા રહેશે હાજર

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં 84 સભ્યોની CWC બે દિવસીય બેઠક 16 મી સપ્ટેમ્બરે શનિવારે બપોરે હૈદરાબાદમાં શરૂ થશે. આ બેઠકમાં CWCના સદસ્યો ઉપરાંત કોંગ્રેસ શાસિત ચાર રાજયોના મુખ્યમંત્રીઓ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજરી આપશે. 84 સભ્યોની CWC બે દિવસીય બેઠકમાં આગામી સમયમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

બેઠક વિશે બોલતા કોંગ્રેસના નેતા ભંવર જિતેન્દ્ર સિંહે કહ્યું કે, “અમે અહીં આગામી ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરીશું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા કે મિઝોરમ હોય, લોકો કેન્દ્ર સરકારથી કંટાળી ગયા છે. અને મોટા પરિવર્તનની જરૂર છે અને જે હૈદરાબાદ, તેલંગાણાથી શરૂ થશે.”

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી 84 સભ્યોની CWC બે દિવસીય બેઠકમાં ભાગ લેવા માટે પાર્ટીના તમામ વરિષ્ઠ અધિકારીઓ હૈદરાબાદ પહોંચી ગયા છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે વર્કિંગ કમિટીની બેઠકના બહાના હેઠળ કોંગ્રેસ તેલંગાણામાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેની રાજનીતિને ધારદાર બનાવવાની યોજના બનાવી રહી છે, પોતાની વાત કહેતા રાજનીતિક વિશ્વલેષકો કહે છે કે એટલે જ કોંગ્રેસ પાર્ટી આ બેઠક બાદ રેલી પણ કરવાની છે. કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે હૈદરાબાદમાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે કાર્યકારી સમિતિની બેઠક શનિવારે બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. અને આ બેઠકમાં 84 સદસ્યો સામેલ થશે.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.