Balakot 2.0
Spread the love

પહલગામ આતંકવાદી હુમલા બાલાકોટ 2.0 (Balakot 2.0) ની ચર્ચાએ જોર પકડ્યું છે. પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતમાં ક્રોધ વધી રહ્યો છે. પીએમ મોદી તેમની સાઉદી મુલાકાત ટૂંકાવીને ભારત પરત આવી ગયા છે અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠક બાદ બાલાકોટ જેવી કાર્યવાહીની અટકળો તેજ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ‘બાલાકોટ 2.0’ (Balakot 2.0) વિશે ચર્ચા તેજ થઈ ગઈ છે.+

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી તણાવ વધવાની શક્યતા છે. આ હુમલા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવી દીધી. નવી દિલ્હી પાછા ફર્યા પછી તરત જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું બાલાકોટ જેવી હવાઈ કાર્યવાહી પર ફરીથી ચર્ચા થઈ હતી.

બુધવારે સવારે દિલ્હી એરપોર્ટ પર વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરને મળ્યા હતા. એસ. જયશંકર અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન વિક્રમ મિશ્રી પીએમ મોદીને પરિસ્થિતિ વિશે માહિતી આપતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત, આજે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બીજી બેઠક યોજાવાની જેમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે એવી સંભાવના છે. આ બેઠકને ધ્યાનમાં રાખીને ‘બાલાકોટ 2.0’ (Balakot 2.0) ની ચર્ચાએ વેગ પકડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પરત ફરતી વખતે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો ન હતો.

મંગળવારે બપોરે, આતંકવાદીઓએ પહલગામમાં ગોળીબાર કર્યો હતો જેમાં ભારતના વિવિધ રાજ્યોના પ્રવાસીઓ અને બે નાગરિકોની હત્યા કરવામાં આવી. 2019ના પુલવામા હુમલા પછી કાશ્મીરમાં આ સૌથી ઘાતક હુમલો છે. આ હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી હતી, જે પાકિસ્તાન સમર્થિત લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલી છે. પીએમ મોદીએ આ હુમલાની કડક નિંદા કરતા કહ્યું કે આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં. મંગળવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહ પણ શ્રીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમને જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીજી નલિન પ્રભાતે માહિતી આપી હતી.

‘બાલાકોટ 2.0’ ની (Balakot 2.0) ચર્ચા

2019 માં પુલવામા હુમલાના જવાબમાં, ભારતે બાલાકોટમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. પહેલગામ હુમલા બાદ સોશિયલ મીડિયા અને સંરક્ષણ નિષ્ણાતોમાં ‘બાલાકોટ 2.0’ (Balakot 2.0) ની ચર્ચા તેજ થઈ ગઈ છે. કેટલીક એક્સ-પોસ્ટ્સે દાવો કર્યો છે કે ભારત કદાચ બીજી સર્જિકલ સ્ટ્રાઈકની યોજના બનાવી રહ્યું છે. એક યુઝરે લખ્યું, ‘પાકિસ્તાને દરેક લાલ રેખા પાર કરી દીધી છે.’ હવે બાલાકોટ 2.0 નો (Balakot 2.0) સમય છે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “બાલાકોટ 2.0 (Balakot 2.0) ની તૈયારી? અજિત ડોભાલ, એસ. જયશંકરની સામે પીએમ મોદી કોની સાથે કરી રહ્યા છે સીધી વાત?”
  1. […] રહેવા માટે તાલીમ આપવામાં આવી છે. ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) નું ‘ફાલ્કન સ્ક્વોડ’ આતંકવાદી […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *