જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારત દ્વારા લેવામાં આવેલી કડક કાર્યવાહીથી પાકિસ્તાન ખૂબ જ ડરી ગયું છે. પાકિસ્તાને સરહદ પર તેના દળોની ગતિવિધિઓ પણ વધારી દીધી છે. શ્રી ગંગાનગર અને રાજસ્થાનની પશ્ચિમી સરહદમાં ઝીરો લાઈન નજીક પાકિસ્તાની રેન્જર્સ પેટ્રોલિંગ કરી રહ્યા છે. પાકિસ્તાની રેન્જર્સે સરહદ પાર પાકિસ્તાન તરફના અનેક ગામડાઓ ખાલી કરાવી દીધા છે. અહેવાલ છે કે પાકિસ્તાન રેન્જર્સ જેસીબી મશીનો સાથે તૈયારીઓમાં વ્યસ્ત છે.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
બીએસએફ એલર્ટ
સરહદ સુરક્ષા દળ (BSF) ના જવાનો પણ સરહદ પાર દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. ભારતીય સૈનિકો દુશ્મનને જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સરહદી વિસ્તારોમાં સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે અને દેખરેખ વધારી દેવામાં આવી છે.

સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ
શ્રી ગંગાનગરની સીમા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલનગર જિલ્લા સાથે જોડાયેલી છે. આ સીમા રેડક્લિફ લાઈન તરીકે ઓળખાય છે. જે 1947માં દેશના ભાગલા દરમિયાન દોરવામાં આવી હતી અને તે લગભગ 3,323 કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન સરહદનો હિસ્સો છે. શ્રી ગંગાનગર સરહદની લંબાઈ લગભગ 210 કિલોમીટર છે જે તેને વ્યૂહાત્મક અને સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બનાવે છે. આ સરહદ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

શ્રીગંગાનગર સરહદને વિશ્વની સૌથી ખતરનાક સરહદોમાંની એક ગણવામાં આવે છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા તેની નજીકથી દેખરેખ રાખવામાં આવે છે. સરહદ પર ફેન્સિંગ, ફ્લડલાઇટ્સ (રાત્રે અવકાશમાંથી જોઈ શકાય તેવી), અને બોર્ડર આઉટપોસ્ટ (BOP) સ્થાપિત કરવામાં આવી છે.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો
પહલગામ આતંકી હુમલો (Pahalgam Terror Attack)
22 એપ્રિલના રોજ, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ નજીક બૈસરન ખીણમાં હિંદુ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા અને 26 લોકોની હત્યા કરી હતી. પહલગામ આતંકી હુમલામાં (Pahalgam Terror Attack) લગભગ 17 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 2019 માં પુલવામામાં સીઆરપીએફના (CRPF) કાફલા પર થયેલા હુમલા પછીનો આ સૌથી ઘાતક હુમલો હતો.

આતંકવાદીઓએ પહેલગામથી લગભગ 6-7 કિમી દૂર બૈસરન ખીણમાં બપોરે લગભગ 2.50 વાગ્યે આતંકી હુમલો કર્યો. આતંકવાદીઓ AK-47 અને M4 કાર્બાઈનથી સજ્જ હતા અને તેઓએ બોડીકેમ પહેર્યા હતા. પહલગામ આતંકી હુમલાની (Pahalgam Terror Attack) જવાબદારી લશ્કર-એ-તૈયબાના સહયોગી જૂથ, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ સ્વીકારી છે. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું અને હિન્દુ પ્રવાસીઓને નિશાન બનાવ્યા. કેટલાક પીડિતોને “કલમા” પઢવાનું કહેવામાં આવ્યું હતું, અને જે લોકો કલમા ન પઢી શક્યા તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો