ટ્રેડ ડીલની (Trade Deal) આડમાં અમેરિકા (America) તેના ડેરી ઉત્પાદનો (Dairy Products), જેમાં ગાયનું માંસાહારી દૂધ (Non Veg Milk) પણ શામેલ છે, ભારતમાં ધકેલવા માંગે છે, પરંતુ ભારતે તેમ કરવા નકારી દીધું છે.
ભારત અને અમેરિકા (India-USA) વચ્ચે ટ્રેડ ડીલ (Trade Deal) અંગે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે, પરંતુ હવે આ મામલો અટકી ગયો હોય તેવું લાગે છે. ઈન્ડિયા ટુડેના (India Today) એક સમાચાર અનુસાર, અમેરિકા (America) તેના ડેરી ઉત્પાદનો (Dairy Products) ભારતમાં (India) મોકલવા માંગે છે, પરંતુ ભારતે ના પાડી દીધી છે. અમેરિકા (America) ગાયનું (Cow) માંસાહારી દૂધ (Non Veg Milk) પણ ભારતમાં ધકેલવા માંગે છે અને ભારત (India) આ માટે તૈયાર નથી. ભારતનું કહેવું છે કે ડેરી ઉત્પાદનો (Dairy Products) માટે પ્રમાણપત્ર આવશ્યક રહેશે.

દૂધ ઉત્પાદનની (Milk Production) દ્રષ્ટિએ ભારત વિશ્વના સૌથી મોટા દેશોમાંનો એક છે. ડેરી ક્ષેત્ર ભારતના અર્થતંત્રમાં 3 ટકા સુધીનું યોગદાન આપે છે, જેનું કુલ મૂલ્ય લગભગ 9 લાખ કરોડ રૂપિયા છે. એસબીઆઈ (SBI) ના મત મુજબ, જો અમેરિકા (America) ડેરી ક્ષેત્રને લગતી વસ્તુઓ ભારતમાં મોકલે તો ભારતને દર વર્ષે 1.03 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ભારતે અમેરિકાને (America) માંસાહારી દૂધ (Non Veg Milk) અંગે ના પાડતી વખતે ધાર્મિક લાગણીઓનો પણ ઉલ્લેખ કર્યો છે.

ગાયનું માંસાહારી દૂધ શું છે?
ભારતમાં ગાયોને (Cow) ઘાસ અને ચારો ખવડાવવામાં આવે છે સાથે સાથે બીજી ઘણી વસ્તુઓ ખોરાક તરીકે આપવામાં આવે છે, પરંતુ અમેરિકામાં (America) આ ખૂબ જ ઓછું છે. ત્યાં, ગાયોને ચારામાં સસ્તા પ્રોટીન તરીકે ડુક્કર, ચિકન, માછલી અથવા ઘોડાની ચરબી આપવામાં આવે છે. આ કારણોસર, ભારત તેના ડેરી ઉત્પાદનો (Dairy Products) ખરીદવા માંગતું નથી. અમેરિકાએ (America) આ બાબતે કહ્યું છે કે તે ટ્રેડ ડીલમાં (Trade Deal) બિનજરૂરી સમસ્યાઓ ઊભી કરી રહ્યું છે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ (Trade Deal) પર ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ (American President) ટ્રમ્પે (Trump) કહ્યું કે ભારત સાથે ટ્રેડ ડીલ (Trade Deal) અંગે સતત વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે અમે ભારત (India) સાથે એ જ રીતે ટ્રેડ ડીલ (Trade Deal) કરીશું જે રીતે અમે ઈન્ડોનેશિયા (Indonesia) સાથે કરી હતી. ઈન્ડોનેશિયામાં (Indonesia) ખૂબ જ મજબૂત કોપર સેક્ટર છે. ટ્રમ્પ (Trump) કહે છે કે તેમને કોઈપણ ટેરિફ (Tariff) વિના ઈન્ડોનેશિયામાં (Indonesia) પ્રવેશ મળી જશે.