ISRO
Spread the love

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ સ્પેસ ડોકિંગ પ્રયોગ (SPADEX) મિશન હેઠળ બીજી વખત બે ઉપગ્રહોનું ડોકીંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે સોમવારે (21 એપ્રિલ 2025) આ માહિતી આપી હતી. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત અવકાશમાં ડોકીંગ પ્રયોગો કરનાર ચોથો દેશ છે. હવે ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા અને ચંદ્રયાન-4 મિશન ચલાવવામાં વિશેષ સરળતા રહેશે.

દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સ્પેસ સ્ટેશન બનાવવામાં મળશે સહાયતા

અવકાશમાં ડોકીંગ ટેકનોલોજી આવશ્યક ગણાય છે જ્યારે સામાન્ય મિશન ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે બહુવિધ રોકેટ અથવા અવકાશયાન લોન્ચ કરવાની આવશ્યકતા હોય. આ તકનીકનો ઉપયોગ બે કે તેથી વધુ અવકાશયાનોને એકસાથે જોડવા અથવા તેમને ભ્રમણકક્ષામાં એકસાથે લાવીને એક મોટું માળખું બનાવવા અને માલસામાનનો પુરવઠો પૂરો પાડવા માટે થાય છે. આનાથી ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવામાં અને ચંદ્રયાન-4 મિશન ચલાવવામાં મદદ મળશે.

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી સિંહે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યુ, “ઈસરો સ્પેડેક્સ અપડેટ (ISRO SpaDeX  Update: જણાવતા આનંદ થાય છે કે ઉપગ્રહોનું બીજું ડોકીંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.” ઈસરોએ (ISRO) ગયા વર્ષે 30 ડિસેમ્બરે SPADEX મિશન લોન્ચ કર્યું હતું અને અવકાશમાં ડોકીંગ પ્રયોગ માટે બે ઉપગ્રહો – SDX01 અને SDX02 – ને ભ્રમણકક્ષામાં લોન્ચ કર્યા હતા.

ઈસરોનું સ્પેડેક્સ મિશન (ISRO SpaDeX Mission) મિશન ડિસેમ્બર 2024 માં શરૂ થયું

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, “અગાઉ જણાવ્યા મુજબ, પીએસએલવી-સી60/સ્પેડેક્સ મિશન 30 ડિસેમ્બર 2024 ના રોજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી, 16 જાન્યુઆરી, 2025 ના રોજ સવારે 6:20 વાગ્યે ઉપગ્રહોને પ્રથમ વખત સફળતાપૂર્વક ડોક (જુદા જુદા ઉપગ્રહોને જોડવાની પ્રક્રિયા) કરવામાં આવ્યા અને 13 માર્ચ, 2025 ના રોજ સવારે 9:20 વાગ્યે સફળતાપૂર્વક અનડોક કરવામાં આવ્યા (ઉપગ્રહોને અલગ કરવાની પ્રક્રિયા). આગામી બે અઠવાડિયામાં વધુ પ્રયોગોનું આયોજન છે.”

અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત અવકાશમાં ડોકીંગ પ્રયોગો કરનાર ચોથો દેશ છે. ભારતની અવકાશ મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા, ચંદ્ર પર માનવ મિશન મોકલવા, સંશોધન માટે નમૂનાઓ પાછા લાવવા અને ભારતીય અવકાશ સ્ટેશન (BAS) ના બાંધકામ અને કામગીરીનું સંચાલન કરવા માટે સ્પેસડેક્સમાં નિપુણતા મેળવવી આવશ્યક છે. ઈસરો (ISRO) ના જણાવ્યા મુજબ, સ્પેસડેક્સ (SpadeX) એ બે નાના અવકાશયાનનો ઉપયોગ કરીને અવકાશમાં ડોકીંગ કરવા માટે એક ખર્ચ-અસરકારક ટેકનોલોજી મિશન છે, જે પીએસએલવી (PSLV) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *