ઈન્ડિગો એરલાઈન્સ (Indigo Airlines) ફરીથી વિવાદમાં આવી છે. એરલાઈન્સના (Indigo Airlines) ત્રણ વરિષ્ઠ અધિકારીઓની સામે એક તાલીમી પાયલટે એસસી-એસટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અંતર્ગત ગંભીર આક્ષેપ લગાવીને એફઆઈઆર નોંધાવી છે. આ ફરિયાદમાં આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે કંપનીની ઓફિસમાં તાલીમી પાયલટની સાથે જાતિગત આધાર પર અપમાનજનક વ્યવહાર કર્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ફરિયાદી પાયલટે જણાવ્યું કે, એ વિમાન ઉડાડવા માટે લાયક નથી એમ કહીને નીચો દેખાડવામાં આવ્યો અને અપમાનજનક રીત ‘પાછો જઈને ચપ્પલ સિવ’ એવો ટોણો માર્યો હતો. આ બાબતે પહેલા બેંગલુરુમાં ઝીરો એફઆઈઆર નોંધાઈ હતી, ત્યાર પછી ગુરુગ્રામના ડીએલએફ ફેજ-1 પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરી હતી.
હાલ આ મામલામાં તપાસ ચાલી રહી છે અને સંબંધિત અધિકારીઓના નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ઈન્ડિગોના (Indigo) અધિકારીઓ સામે કયા આરોપો?
35 વર્ષીય તાલીમી પાયલટે પોતાના ઈન્ડિગોના (Indigo) ત્રણ વરિષ્ઠ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ પાયલટનું કહેવું છે કે જાતિના આધારે અપમાન કરવામાં આવ્યું અને કામના બહાને પરેશાન પણ કરવામાં આવ્યો. પાયલટે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે 28મી એપ્રિલે તેને ઈન્ડિગોની (Indigo) હેડ ઓફિસ(એમાર કેપિટલ ટાવર-2, ગુરુગ્રામ)માં મીટિંગ માટે બોલાવવામાં આવ્યો. અહીં ઉપસ્થિત તપસ ડે, મનીષ સાહની અને કેપ્ટન રાહુલ પાટિલે અશબ્દો કહ્યાં અને જાતિગત ટિપ્પણી કરી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પાયલટે આક્ષેપ લગાવ્યો કે મને ઓફિસ પહોંચતા જ કહેવામાં આવ્યું કે તમારો ફોન અને બેગ બહાર રાખો. ફરીથી મીટિંગમાં એમ કહેવામાં આવ્યું કે તુ વિમાન ઉડાડવાને લાયક નથી, પરત જતો રહે અને ચપ્પલ સીવ. અહીં તો તું ચોકીદાર બનવાને લાયક પણ નથી.
Indigo employee alleges caste-based abuse by seniorshttps://t.co/e865oiGf8o
— The Indian Express (@IndianExpress) June 23, 2025
પાયલટે જણાવ્યું કે મૌખિક સતામણી સિવાય ગેરવાજબી પગાર કાપ, બળજબરીથી ફરીથી તાલીમ સત્રો, મુસાફરીના વિશેષાધિકારો રદ કરવા અને બિનજરૂરી ચેતવણી પત્રો દ્વારા “વ્યાવસાયિક શોષણ” પણ કરવામાં આવ્યું છે.

પીડિત તાલીમી પાયલટે ઉમેર્યું કે આ મામલાને કંપનીના મોટા અધિકારીઓ અને એથિક્સ કમિટીની સમક્ષ ઉઠાવ્યો હતો, પરંતુ કોઈ સુનાવણી થઈ નહતી. છેવટે એસસી-એસટી સેલનો સંપર્ક કરવો પડ્યો અને એફઆઈઆર નોંધાવવી પડી. પોલીસે હાલ આ યુવકની ફરિયાદના આધારે તપસ ડે, મનીશ સાહની, કેપ્ટન રાહુલ પાટિલ સામે એટ્રોસિટી કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરી છે. જોકે ઈન્ડિગોએ (Indigo) આ તમામ આરોપો નકાર્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો