સુપ્રીમ કોર્ટે (Supreme Court) આશ્રય અરજી ફગાવી દેતી વખતે આ કડક અને કઠોર ટિપ્પણી કરી છે. શ્રીલંકાના એક નાગરિકે પોતાના દેશમાં પોતાના જીવને ખતરો હોવાનું જણાવી ભારતમાં આશ્રય માંગ્યો હતો. શ્રીલંકન નાગરિક UAPA હેઠળ ત્રણ વર્ષથી જેલમાં છે. સુપ્રીમ કોર્ટનું (Supreme Court) કહેવું છે કે તેણે બીજા કોઈ દેશમાં આશ્રય લેવાનો પ્રયાસ કરવો જોઈએ.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહિં ક્લિક કરો
સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે એક શરણ અરજી ફગાવી દીધી હતી અને કડક ટીપ્પણી કરતા કહ્યું કે ભારત કોઈ ધર્મશાળા નથી. વાસ્તવમાં, શ્રીલંકાના એક નાગરિકે ભારતમાં આશ્રય માટે સુપ્રીમ કોર્ટે (Supreme Court) નો સંપર્ક કર્યો હતો. અરજીકર્તાના વકીલનું કહેવું છે કે શ્રીલંકામાં તેના જીવને જોખમ છે. શ્રીલંકન નાગરિક વિઝા પર ભારત આવ્યો હતો. તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ ત્રણ વર્ષથી જેલમાં છે.

અરજીકર્તા યુએપીએ (UAPA) હેઠળ જેલમાં
સુપ્રીમ કોર્ટના (Supreme Court) ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બેન્ચે શ્રીલંકન નાગરિકની અરજી પર સુનાવણી કરી. આ દરમિયાન, બેન્ચે કહ્યું કે ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરના શરણાર્થીઓને રાખી શકાય. શ્રીલંકાના નાગરિકની 2015 માં લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) સાથે જોડાણ હોવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. LTTE એક સમયે શ્રીલંકામાં સક્રિય આતંકવાદી સંગઠન હતું.
🔴#BREAKING | "India Not A Dharmashala": Supreme Court Turns Down Sri Lankan's Petitionhttps://t.co/Ehvi95tU3n
— NDTV (@ndtv) May 19, 2025
NDTV's @nupurdogra reports pic.twitter.com/kV93zEug78
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહિં ક્લિક કરો
અરજીકર્તાના વકીલે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) શું કહ્યું?
ન્યાયાધીશ દીપાંકર દત્તાએ કહ્યું કે શું ભારતે વિશ્વભરના શરણાર્થીઓને આતિથ્ય આપવું પડશે? આપણે 140 કરોડ લોકો સાથે લડી રહ્યા છીએ. આ કોઈ ધર્મશાળા નથી કે જ્યાં આપણે દરેક જગ્યાએથી આવતા વિદેશી નાગરિકોનું સ્વાગત કરીએ. કોર્ટે પૂછ્યું કે તેમને ભારતમાં રહેવાનો શું અધિકાર છે? આ અંગે અરજદારના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તે એક શરણાર્થી છે અને તેના પોતાના દેશમાં જ તેના જીવને જોખમ છે.

અરજકર્તાના વકીલે કોર્ટને જણાવ્યું કે શ્રીલંકન તમિલ વિઝા પર ભારત આવ્યો હતો. તેની પત્ની અને બાળકો ભારતમાં સ્થાયી થયા છે. તે લગભગ ત્રણ વર્ષથી અટકાયતમાં છે અને દેશનિકાલ પ્રક્રિયા શરૂ થઈ નથી. અરજદારના વકીલે બંધારણના અનુચ્છેદ 21 અને 19નો હવાલો આપ્યો હતો. આના પર કોર્ટે સ્પષ્ટતા કરી કે કલમ 19 ફક્ત ભારતીય નાગરિકો માટે છે, વિદેશી નાગરિકો તેના દાયરામાં આવતા નથી.

સુપ્રીમ કોર્ટે (Supreme Court) સ્પષ્ટ કહ્યું છે કે શ્રીલંકાના નાગરિકોએ બીજા કોઈ દેશમાં આશ્રય લેવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે 2018 માં, એક ટ્રાયલ કોર્ટે અરજીકર્તાને UAPA હેઠળ દોષિત ઠેરવ્યો હતો અને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. 2022 માં, મદ્રાસ હાઈકોર્ટે તેની સજા ઘટાડીને સાત વર્ષ કરી. સજા પૂરી થતાંની સાથે જ તેને દેશ છોડી દેવાનો અને દેશનિકાલ પહેલાં શરણાર્થી કેમ્પમાં રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહિં ક્લિક કરો
[…] ઓળખ MV WAN HAI 503 તરીકે થઈ છે. આ જહાજ 7 જૂને શ્રીલંકાના કોલંબોથી નીકળ્યું હતું અને 10 જૂને NPC […]