એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના રિપોર્ટ અનુસાર, જળવાયુ પરિવર્તનની ભારતની અર્થવ્યવસ્થા પર મોટી અસર પડી શકે છે. અહેવાલમાં એવો અંદાજ છે કે દરિયાની સપાટીમાં વધારો અને શ્રમ ઉત્પાદકતામાં ઘટાડો થવાને કારણે સમગ્ર એશિયા અને પેસિફિક પ્રદેશના જીડીપીમાં 2070 સુધીમાં 16.9 ટકા જ્યારે ભારતના કુલ ઘરેલું ઉત્પાદન (GDP) માં 2070 સુધીમાં 24.7% ઘટાડો થઈ શકે છે.
એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના એક રિપોર્ટમાં ભારતીય અર્થતંત્ર વિશે મોટી ચેતવણી આપવામાં આવી છે. આ રિપોર્ટ મુજબ જળવાયુ પરિવર્તનને કારણે ભારતની અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ અસર પડી શકે છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના અહેવાલમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે દરિયાનું સ્તર વધવાથી અને કામ કરવાની ક્ષમતામાં ઘટાડો થવાને કારણે ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન (GDP) 2070 સુધીમાં 24.7% ઘટી શકે છે.
આ ADB રિપોર્ટમાં એશિયા-પેસિફિક ક્ષેત્રના વિકાસશીલ દેશો પર જળવાયુ પરિવર્તનની સંભવિત આર્થિક અસરોને પ્રકાશિત કરવમાં આવી છે. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના દૃષ્ટિકોણથી જોતા વિકાસશીલ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં જીડીપી 2070 સુધીમાં 17.9% ઘટી શકે છે. આ ઘટાડો 2100 સુધીમાં વધીને 41% થવાની ધારણા છે.
આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જળવાયુ પરિવર્તનની સૌથી વધુ વિપરીત અસર બાંગ્લાદેશને થશે. બાંગ્લાદેશની જીડીપીમાં 30.5%નો અંદાજીત ઘટાડો થવાનોઅંદાજા રિપોર્ટ જણાવે છે. બીજા નંબરે વિયેતનામના અર્થતંત્રમાં 30.2% નો ઘટાડો થવાનો અંદાજ છે, ત્રીજો પ્રભાવિત દેશ ઇન્ડોનેશિયા 26.8% ઘટાડા સાથે છે અને ભારતનો 24.7% જીડીપીમાં ઘટાડા સાથે ચોથા સૌથી વધુ અસર ધરાવતા દેશ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધારે આવક ધરાવતા દક્ષિણપૂર્વ એશિયાના દેશોના અર્થતંત્ર 23.4% ઘટી શકે છે, જ્યારે પાકિસ્તાનના અર્થતંત્રમાં 21.1%, પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રમાં 18.6% અને ફિલિપાઈન્સના અર્થતંત્રમાં 18.1% સંભવિત નુકસાન થઈ શકે છે.