- કેન્દ્ર સરકાર દ્વારા CAA ડિસેમ્બર ’19 માં લાવવામાં આવ્યો.
- સીએએ તથા એનઆરસીનો વિરોધ વિરોધ પક્ષો તથા મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યો.
- દિલ્હીમાં શાહિન બાગ એ વિરોધનું ઉદાહરણ બન્યો

દિલ્હીમાં શાહિન બાગ એ વિરોધનું ઉદાહરણ બન્યો
સુપ્રિમ કોર્ટના વકિલ મેહમુદ પ્રાચાએ અલીગઢમાં એક ખાનગી ચેનલને જણાવ્યું કે CAA અને NRC વિરોધી આંદોલન ફરીથી શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે.

અનબ્લોકને આગળ ધરીને કરી વાત
મેહમુદ પ્રાચાએ જણાવ્યું કે સરકાર અનલોકના ઘણાં પગલાં લઈ રહી છે અને લઈ ચુકી છે,અનેક પ્રકારની ગતિવિધિઓને સરકાર અનુમતિ પણ આપી રહી છે ત્યારે આવનારા સ્વતંત્રતા દિવસ 15મી ઑગસ્ટથી દેખાવો ફરીથી થઈ શકે છે.

અલીગઢથી નિમંત્રણ અને માંગ
ખાનગી ચેનલ સાથે વાતચીતમાં મેહમુદ પ્રાચાએ જણાવ્યું કે CAA અને NRC ના વિરોધ બાબતે એમને અલીગઢથી નિમંત્રણ તથા માંગ આવી રહી છે, ત્યાંના લોકો તેમને બોલાવી રહ્યા છે કારણકે ત્યાં “સંવિધાન બચાવો” ના નામે દેખાવો ચાલતું હતું જે કોરોના વાયરસને કારણે બંધ કરવામાં આવ્યું હતું તથા હવે જ્યારે સમગ્ર દેશમાં અનલોકની પ્રક્રિયા ઘણા એડવાન્સ સ્ટેજમા પહોંચી ચુકી છે, સરકાર પણ અનલોકની ગાઈડ લાઈન જાહેર કરી ચુકી છે. આ ધ્યાનમાં રાખીને CAA તથા NRC વિરોધી દેખાવો ફરીથી શરૂ થઈ શકે છે.
CAA ક્યારે લાવવામાં આવ્યો ?
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા કાયદા ( Citizen Amendment Act : CAA) તથા સમગ્ર દેશમાં લાવવામાં આવશે NRC લાવવામાં આવશે એવી ચર્ચાને લઈને વિરોધ પક્ષો દ્વારા પ્રેરિત સીએએ તથા એનઆરસી વિરોધી દેખાવો ચાલુ હતા એવી જ રીતે CAA તથા NRCના સમર્થનમાં પણ દેખાવો તથા આંદોલન પણ ચાલુ હતા જે કોરોના વાયરસનાં કારણે બંધ થઈ ગયા હતા.