વિશ્વના 50 દેશોની GDP કરતા મોટું છે ભારતની આર્થિક રાજધાની ગણાતા શહેરનું બજેટ (Budget). BMCએ મંગળવારે તેનું બજેટ રજૂ કર્યું જે તેનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. ખાસ વાત એ છે કે BMCનું આ બજેટ વિશ્વના 50 દેશોના GDP કરતા મોટું છે.
દેશના સૌથી મોટા શહેરોમાં ગણાતા મુંબઈને ચલાવવા માટેનું વાર્ષિક બજેટ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. મંગળવારે BMCએ બજેટ રજૂ કર્યું અને પાસ કર્યું. BMCનું બજેટ રૂ. 74,427 કરોડ એટલે કે લગભગ 8.50 અબજ ડોલર છે. એટલું જ નહીં દેશના કેટલાક રાજ્યોનું પણ આટલું બજેટ નથી. ખાસ વાત એ છે કે દુનિયામાં લગભગ 50 દેશ એવા છે જેમની જીડીપી 8.50 બિલિયન ડોલર પણ નથી. મોન્ટેનેગ્રો, માલદીવ્સ, બાર્બાડોસ, ભૂતાન, ઝામ્બિયા વગેરે એવા દેશો છે જેની જીડીપી પણ મુંબઈના વાર્ષિક બજેટ કરતા ઓછી છે. આખરે, મુંબઈના બજેટમાં કેવા પ્રકારની બાબતો છે અને દુનિયાના એવા કયા દેશો છે કે જેની જીડીપી BMCના બજેટ કરતા ઓછી છે?
#BMC #Budget 2025-26
— CNBC-TV18 (@CNBCTV18Live) February 4, 2025
₹74,427.41 cr is the budget estimate of 2025-26, up 14.2% from BE of 2024-25
₹43,162 cr is the capex estimate for 2025-26 vs 2024-25 BE of ₹36,358 cr
₹5,100 cr is the budget 2025-26 estimate for roads & traffic department pic.twitter.com/VGGLThCxJV
કેટલું છે BMCનું બજેટ?
દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન BMCએ મંગળવારે વર્ષ 2025-26 માટે રૂ. 74,427 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. કોર્પોરેટરોનો કાર્યકાળ 7 માર્ચ, 2022 ના રોજ પૂરો થાય તે પછી નાગરિક સંસ્થા વહીવટકર્તા હેઠળ છે. BMC કમિશનર ભૂષણ ગગરાણીના જણાવ્યા અનુસાર BMC દ્વારા રજૂ કરવામાં આવેલું આ બજેટ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. બજેટમાં ગયા વર્ષની સરખામણીમાં આવકમાં રૂ. 7,410 કરોડનો વધારો જોવા મળ્યો છે. કુલ બજેટના 58 ટકા એટૅલે કે લગભગ રૂ. 43,166 કરોડ કેપેક્સ માટે છે. આરોગ્ય સેવાઓ પર બજેટના 10 ટકા ખર્ચ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. BMC આરોગ્ય સેવા એપલી દારી યોજના હેઠળ સમગ્ર મુંબઈમાં ડોર ટુ ડોર આરોગ્ય તપાસ શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

ઘણા દેશોની નથી આટલી GDP
ખાસ વાત એ છે કે BMCનું બજેટ દુનિયાના ઘણા દેશોની GDP કરતા વધારે છે. ભૂટાનની કુલ જીડીપી 3 બિલિયન ડોલરથી થોડી વધુ છે. જ્યારે ફિજીની કુલ જીડીપી 5.8 અબજ ડોલર છે. થોડાક સમય પહેલા ભારત સાથે શિંગડા ભેરવવાની હિંમત કરીને ઠેકાણે આવી જનાર માલદીવની કુલ જીડીપી 7.1 અબજ ડોલર છે. બાર્બાડોસની કુલ જીડીપી 6.8 બિલિયન ડોલર છે. મોન્ટેનેગ્રો જેવા દેશની જીડીપી માત્ર 8 બિલિયન ડોલર છે આ એવા દેશો છે જેમની GDP BMCના 8.5 બિલિયન ડોલરથી ઓછી છે. વિશ્વમાં લગભગ 50 દેશો એવા છે જેમની જીડીપી હાલમાં મુંબઈના બજેટ કરતા ઓછી છે.
દેશનું નામ | કુલ GDP (મિલિયન ડોલર) |
બર્મુડા | 7,828 |
લિકટેંસ્ટીન | 7,365 |
માલદીવ્સ | 7,199 |
બાર્બાડોસ | 6,863 |
કેમેરૂન આઈલેન્ડ્સ | 6,601 |
દક્ષિણ સુદાન | 6,517 |
ફેંચ પોલિનેશિયા | 5,815 |
ફિજી | 5,801 |
ઈસ્વાતિની | 5,085 |
લાઈબેરિયા | 4,754 |
સિએરા લિયોન | 4,558 |
જિબુતી | 4,364 |
સૂરીનામ | 4,337 |
અરુબા | 4,069 |
અંડોરા | 3,897 |
બેલીજ | 3,296 |
ભુતાન | 3,110 |
બુરુંડી | 3,075 |

[…] (Jamaat e Islami) પાકિસ્તાનના વડા હાફિઝ નઈમે લાહોરમાં એક […]