- નગરોટા (Nagrota) માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે
- એક કલાકથી પણ ઓછા સમયમાં નગરોટા બન ટોલ પ્લાઝા પાસે ચાર આતંકીઓને ઠાર કરાયા છે
- આ એન્કાઉન્ટર સવારે 5 વાગે શરૂ થયું હતું
ટ્રકમાં છૂપાયેલા હતા 4 આતંકીઓ, ખીણ તરફ જઈ રહ્યા હતા
કાશ્મીરમાં મોટો હુમલો કરવાના મનસૂબા લઈને આવેલા આતંકીઓ એક ટ્રકમાં છૂપાયેલા હતા. આ ટ્રક કાશ્મીર ખીણ તરફ જઈ રહ્યો હતો. આ આતંકીઓ ત્યાં પહોંચીને આતંકી ગતિવિધિઓ શરૂ કરવાની ફિરાકમાં હતા. પરંતુ ભારતીય સુરક્ષાદળોએ જ્યારે નગરોટા બન ટોલ પ્લાઝા પાસે ટ્રકને રોકીને તલાશી લેવાની કોશિશ કરી તો આતંકીઓના ષડયંત્રનો ખુલાસો થઈ ગયો.
તપાસ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ કરવા માંડ્યુ
નગરોટા ટોલ પ્લાઝા બન પાસે જ્યારે ભારતીય સુરક્ષાદળોએ આતંકીઓના ટ્રકને રોક્યો ત્યારે આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ. ત્યારબાદ ત્યાં હાજર જવાનોએ મોરચો સંભાળ્યો અને તરત જ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી. આતંકીઓને જડબાતોડ જવાબ અપાયો. બંને તરફથી ફાયરિંગ સતત ચાલુ રહ્યું.
અથડામણની જાણ થતા જ નગરોટા બન ટોલ પ્લાઝા પર સીઆરપીએફ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સેનાની જોઈન્ટ ટીમ ત્યાં પહોંચી ગઈ. સુરક્ષાદળોના ફાયરિંગમાં પહેલા ત્રણ આતંકીઓ માર્યા ગયા અને ત્યારબાદ ચોથો બચેલો આતંકી પણ ઠાર થયો.
સુરક્ષા કારણોસર હજુ પણ ટોલ પ્લાઝા અને તેની આજુબાજુના વિસ્તારોને ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હાઈવે પર વાહનોની અવરજવર હજુ પણ બંધ છે. આ જ જગ્યાએ થોડા સમય પહેલા પણ જમ્મુ કાશ્મીર પોલીસે 3 આતંકીઓને ઠાર કર્યા હતા.