ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું બુધવારે અવસાન થયું છે. તેમની લખનૌમાં સારવાર ચાલી રહી હતી.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું 12 ફેબ્રુઆરી, બુધવારે અવસાન થયું. હોસ્પિટલે આ અંગે માહિતી આપી હતી. બ્રેઈન હેમરેજ બાદ લખનૌના પીજીઆઈમાં તેની સારવાર ચાલી રહી હતી.
હોસ્પિટલ દ્વારા જારી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી શ્રી સતેન્દ્ર દાસજીએ આજે અંતિમ શ્વાસ લીધા છે. 3 ફેબ્રુઆરીના રોજ સ્ટ્રોકના કારણે ગંભીર હાલતમાં તેમને HDU ન્યુરોલોજી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આચાર્યએ 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. આચાર્ય 3જી ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં દાખલ હતા.

મહંત સત્યેન્દ્ર દાસના નિધન અંગે હોસ્પિટલે શું કહ્યું?
સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (SGPGI) માં બ્રેઇન સ્ટ્રોકના કારણે દાખલ થયેલા શ્રી રામ જન્મભૂમિ મંદિર-અયોધ્યાના મુખ્ય પૂજારીએ PGIમાં અંતિમ શ્વાસ લીધા છે. અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસ (85)ને બ્રેઈન સ્ટ્રોકના કારણે તબિયત બગડ્યા બાદ 3 ફેબ્રુઆરીના રોજ લખનૌના સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (SGPGI)માં દાખલ કરવામાં આવ્યા હતા.
SGPGIએ એક નિવેદનમાં કહ્યું, ‘શ્રી સત્યેન્દ્ર દાસજીને સ્ટ્રોક આવ્યો છે. તેમને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર છે અને હાલમાં તેમને ન્યુરોલોજી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. PGI પ્રશાસનના પીઆરઓ એ જણાવ્યું કે સવારે પીજીઆઇમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપી પ્રતિક્રીયા
આચાર્ય સત્યેન્દ્ર દાસના નિધન પર સીએમ યોગી આદિત્યનાથે પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા સાઇટ એક્સ ઉપર લખ્યું, ‘પરમ રામભક્ત, શ્રી રામ જન્મભૂમિ મંદિર, શ્રી અયોધ્યા ધામના મુખ્ય પૂજારી આચાર્ય શ્રી સત્યેન્દ્ર કુમાર દાસજી મહારાજનું નિધન અત્યંત દુઃખદ અને સામાજિક અને આધ્યાત્મિક જગતને ન પુરી શકાય તેવી ખોટ છે. તેમને નમ્ર શ્રદ્ધાંજલિ! ભગવાન શ્રી રામ દિવંગત સંતને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત શિષ્યો અને અનુયાયીઓને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના છે. ॐ શાંતિ!
परम रामभक्त, श्री राम जन्मभूमि मंदिर, श्री अयोध्या धाम के मुख्य पुजारी आचार्य श्री सत्येन्द्र कुमार दास जी महाराज का निधन अत्यंत दुःखद एवं आध्यात्मिक जगत की अपूरणीय क्षति है। विनम्र श्रद्धांजलि!
— Yogi Adityanath (@myogiadityanath) February 12, 2025
प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत पुण्यात्मा को अपने श्री चरणों में स्थान दे…
