- રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રીએ આપી લિખિત માહિતી.
- વિશ્વના 16 દેશો વિઝા ફ્રી એન્ટ્રી આપે છે ભારતીય પાસપોર્ટ ધારકને.
- વિઝા ફ્રી એન્ટ્રી, વિઝા ઓન એરાઈવલ અને ઈ વિઝા વધુ દેશોમાં ઉપલબ્ધ કરાવવા સરકાર પ્રયત્નશીલ
સંસદમાં વિદેશ રાજ્યમંત્રીએ આપી માહિતી
રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને લિખિત માહિતી આપતા જણાવ્યું કે વિશ્વના 16 દેશો સામાન્ય ભારતીય પાસપોર્ટ ધારકને વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે.
કયા દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી છે ?
સામાન્ય ભારતીય પાસપોર્ટ ધારકને વિઝા ફ્રી એન્ટ્રી વિશ્વના 16 દેશો આપે છે. આ દેશોમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર ભૂટાન અને મોરેશિયસ સામેલ છે. જે દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે તે છે, બાર્બાડોસ, નેપાળ, ભૂટાન, મોરેશિયસ, હૈતી, હોંગકોંગ SAR, માલદીવ, સેનેગલ, સર્બિયા, ત્રિનિદાદ અને ટોબેગો ગ્રેનેડા, ડોમિનિકા, સમોઆ, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ, નિએ આઈલેન્ડ અને મોન્ટસેરટ.
વિશ્વના 43 દેશો વિઝા ઓન એરાઈવલ સુવિધા આપે છે
વિશ્વના 43 દેશો સામાન્ય ભારતીય પાસપોર્ટ ધારકને વિઝા ઓન એરાઈવલ સુવિધા ઉપલબ્ધ કરાવે છે. આ 43 દેશોમાં ઈન્ડોનેશિયા અને મ્યાનમારનો સમાવેશ થાય છે.
36 દેશો ઈ વિઝા સુવિધા સુવિધા પ્રદાન કરે છે
16 દેશો વિઝા ફ્રી એન્ટ્રી, 43 દેશો વિઝા ઓન એરાઈવલ સુવિધા પ્રદાન કરે છે એવી જ રીતે 36 દેશો ભારતીય પાસપોર્ટ ધારકને ઈ વિઝા ઉપલબ્ધ કરાવે છે. ઈ વિઝા આપતા દેશોમાં મલેશિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશો સામેલ છે.
સરકારના પ્રયાસો
વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું કે વિઝા ફ્રી એન્ટ્રી, વિઝા ઓન એરાઈવલ અને ઈ વિઝા સુવિધા ઉપલબ્ધ કરાવતા દેશોની સંખ્યા વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.