- આજે ભારતનો 74મો સ્વતંત્રતા દિવસ
- લાલકિલ્લા પર મોદીજીએ કર્યું ધ્વજારોહણ
- કેજરીવાલ ઘેરાયા વિવાદમાં
લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ભારત દેશ આજે પોતાનો 74મો સ્વતંત્રતા દિવસ (Independence Day) ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા પર 7મી વાર ત્રિરંગો ફરકાવ્યો છે. તેમજ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત પણ કર્યું હતું.
તેઓએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધનમાં આત્મનિર્ભર ભારત પર સૌથી વધુ ભાર મૂક્યો હતો. તેઓએ દેશવાસીઓને સંબોધનમાં મેક ઈન ઈન્ડિયાની સાથે મેક ફોર વર્લ્ડનો સંકલ્પ આપ્યો હતો.
સ્વતંત્રતા દિવસને લઈને સુરક્ષાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને લઈને અનેક સાવધાનીઓ રાખવામાં આવી રહી છે. આ વખતે લાલ કિલ્લા પર મહેમાનોની સંખ્યામાં કાપ મૂકવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે મહેમાનોને લાલ કિલ્લા ખાતે અલગ અલગ બેસાડવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રીના સંબોધન બાદ રાષ્ટ્રગીત
પ્રધાનમંત્રીનું રાષ્ટ્રને નામ સંબોધન પૂરું થયા બાદ રાષ્ટ્રીય કેડેટ કોરના કેડેટ્સ દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું.
દિલ્હીના મુખ્યમંત્રી ન રહી શક્યા વિવાદથી દુર
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ હંમેશા વિવાદોમાં ઘેરાયેલાં રહે છે. આજના આ રાષ્ટ્રપર્વ પર પણ એમણે પોતાને વિવાદથી દૂર ન રાખી શક્યા.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ હંમેશા વિવાદોમાં ઘેરાયેલાં રહે છે. આજના આ રાષ્ટ્રપર્વ પર પણ એમણે પોતાને વિવાદથી દૂર ન રાખી શક્યા.