દેશની સ્વતંત્રતા માટે અગણિત વીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે, એમાં એક નામ એટલે તિલકા માંઝી (Tilka Manjhi). અનેક ઇતિહાસકારો સ્વતંત્રતા સેનાની તિલકા માંઝીનું નામ દેશના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની અને પ્રાણની આહુતિ આપનાર ક્રાંતિકારી તરીકે ગણે છે. સમગ્ર દેશમાં દમનનો કોરડો વિંઝતી અમાનુષી અંગ્રેજ સલ્તનતે બિહાર-ઝારખંડમાં, જંગલોમાં પણ આતંકનો દોર આરભ્યો ત્યારે શાંત, નિર્દોષ અને અદમ્ય દેશભક્ત એવા દેશના વનવાસી સમાજે અંગ્રેજ જુલ્મ સામે ક્રાંતિનો શંખનાદ કર્યો હતો.

તિલકાનો જન્મ 11 ફેબ્રુઆરી, 1750ના રોજ બિહારના સુલતાનગંજના તિલકપુર ગામમાં સંથાલ આદિજાતિ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ સુંદરા મુર્મુ હતું. ઉલ્લેખનીય છે કે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ એ સંથાલી સમાજમાંથી આવે છે. તિલકાની સાહસિકતાને કારણે તેમને જબરા પહાડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજોની દમનકારી નીતિઓએ તિલકાને કિશોરાવસ્થામાં જ હચમચાવી દીધા હતા. ગરીબ વનવાસીઓની જમીન, ખેતી, જંગલો અને વૃક્ષો પરના અધીકાર અંગ્રેજ શાસકો અન્યાયી રીતે છીનવવા માંડ્યા હતા.
તિલકા માંઝી (Tilka Manjhi) એ વનવાસી સંથાલી સમાજનું નેતૃત્વ કર્યું. અંગ્રેજોએ વનવાસીઓના સંશાધનો પર કબજો જમાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તિલકા માઝીની આગેવાનીમાં વનવાસીઓએ પોતાના ટાંચા સંસાધનો છતા અંગ્રેજો સામે સ્વતંત્રતા સંગ્રામ ખેલતા સશસ્ત્ર મોરચો માંડ્યો. તિલકાએ સંથાલી વનવાસીઓને સંગઠિત કરવા ’મુક્તિ દળ’ની સ્થાપના કરી.
🇮🇳क्रांतिकारी अमर शहीद तिलका माँझी
— Akashvani आकाशवाणी (@AkashvaniAIR) February 11, 2025
💠 आदिवासियों की सेना गठित कर युद्ध में तीर और धनुष का उपयोग करने के लिए प्रशिक्षित किये. अकाल पड़ने पर ईस्ट इंडिया कंपनी का ख़ज़ाना लूटा और गरीबों में बाँट दिये
💠 पहले सशस्त्र 'संथाल आंदोलन' का नेतृत्व किये
💠 जयंती पर सादर नमन🙏 pic.twitter.com/zGTgG1kWv2
આ એ સમય હતો જ્યારે એક તરફ દુષ્કાળની ભયાનક યાતના હતી અને બીજી તરફ અંગ્રેજોએ ફરજિયાત અન્યાયી કરવેરો લાદી દીધા. વનવાસીઓ કર ચૂકવી શકે એવી સ્થિતિમાં જ નહોતા. આ સમસ્યાઓ ઓછી હોય તેમ કોર્ટે અને છેલ્લા દસ વર્ષનો બાકી કર ચૂકવવાનો આદેશ આપ્યો. કર વસૂલવા અંગ્રેજ અધિકારીઓએ દમન શરું કર્યો.
તિલકા માંઝી (Tilka Manjhi) ના નેતૃત્વમાં અંગ્રેજોને પડકાર
એ દરમિયાન તિલકા માંઝી (Tilka Manjhi) ના નેતૃત્વમાં લડાયેલા વિવિધ યુદ્ધો દરમિયાન, તેમણે અંગ્રેજોને પડકાર ફેંક્યો અને કહ્યું કે – ‘આ ધરતી માતા છે, અમારી માતા છે, અમે તેના પર કોઈને ટેક્સ નહીં ચૂકવીએ.’ ત્રીજી બાજુ વિદેશી ખ્રિસ્તી મિશનરી પણ વનવાસીઓની ગરીબાઇનો લાભ ઉઠાવી રહ્યા હતા. શોષણ અને અત્યાચાર સામે તિલકા માંઝીએ વનવાસીઓને જાગૃત કર્યા. અંગ્રેજો સામે મોરચો માંડ્યો. ભારતીય ગેરિલા પધ્ધતિએ લડતા વનવાસીઓએ અંગ્રેજોને હંફાવ્યા.
1771 થી 1785 સુધી બ્રિટીશરો સામે તિલકા સતત સશસ્ત્ર સંઘર્ષ કરતા રહ્યા. તિલકાના નેતૃત્વમાં જંગલવાસીઓએ અંગ્રેજોને જબરદસ્ત ટક્કર આપતા ખદેડવાનું શરૂ કર્યું ત્યારે પરિસ્થિતિની ગંભીરતાને જોઈને અંગ્રેજોએ ક્લિવલેન્ડ નામના અધિકારીને સુપરિન્ટેન્ડન્ટ તરીકે નિયુક્ત કરીને રાજમહેલ મોકલ્યો. તિલકાએ બ્રિટીશ કમિશનર ઓગસ્તસ ક્લિવલેન્ડના બંગલા પર હુમલો કર્યો અને તેને તીરથી વીંધી નાંખ્યો.

સુપરિન્ટેન્ડન્ટની હત્યાથી અકળાયેલા અંગ્રેજોએ તિલાપોર પહાડીઓના જંગલોમાં રહીને લડતા તિલકા માંઝી (Tilka Manjhi) ને પકડવા ચોતરફથી ઘેરો ઘાલ્યો. દિવસો સુધી ધમાસાણ લડાઈ ચાલી. અંતે તિલકા માંઝી (Tilka Manjhi) પકડાઈ ગયા. બિહારના ભાગલપુરમાં કલેક્ટરના બંગલા તરફ જતા રસ્તે તિલકા માંઝી (Tilka Manjhi) ને ચાર ઘોડાઓ સાથે અમાનવીય રીતે બાંધી ઢસડતા લઇ જવાયા. 13 જાન્યુઆરી 1785 ના દિવસે ઝાડ પર લટકાવીને જાહેરમાં ફાંસી આપવામાં આવી.
આજે પણ અહીંના વનવાસીઓ તિલકાને યાદ કરતા ગીત ગાય છે— હાંસી – હાંસી ચઢબો ફાંસી (હસતા હસતા ફાંસીએ ચડી ગયો)

બિરસા મુંડા, તિલકા માંઝી (Tilka Manjhi), હાઇપૌ જાદોનાંગ જેવા અનેક વનવાસીઓએ દેશની સ્વતંત્રતા માટે પ્રાણની આહુતિ આપી છે. ભારતનું સ્વતંત્રતા આંદોલન કોઇ એક જાતિ, કોઇ એક પ્રદેશ-વિસ્તાર પૂરતું સીમિત નહોતું, એ રાજકીય આંદોલન પણ નહોતું, એ સાંસ્કૃતિક જાગરણ હતું. ભારતીય ચેતનાનો નવસંચાર હતો!
(વિશ્વ સંવાદ કેંદ્ર દ્વારા)
