- કોરોના વિરોધી વેક્સિન આપવાનું અભિયાન હાથ ધરાશે
- સરકારે 83 કરોડ સિરિંજનો ઓર્ડર આપ્યો
- 2 જી જાન્યુઆરીથી સમગ્ર દેશમાં વેક્સિન ડ્રાય રન
કોરોના વિરોધી વેક્સિનેશન માટે સરકાર એક્શન મોડમાં
સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે, કોરોના વિરોધી વેક્સિન વિકસાવી દેવામાં આવી છે ઘણા દેશોમાં ઈમરજન્સી વેક્સિન આપવાનું શરૂ પણ થઈ ગયું છે. આ વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભારત સરકાર પણ સમગ્ર દેશમાં કોરોના વિરોધી વેક્સિનેશન માટેની તડામાર તૈયારી કરી રહી છે. આ તૈયારીઓના ભાગરૂપે સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે સરકારે વેક્સિન આપવા માટે જરૂરી એવી સિરિંજ ખરીદવાનો ઓર્ડર બહાર પાડ્યો છે. સરકારે 83 કરોડ સિરિંજ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે તથા વધારાની 35 કરોડ સિરિંજ માટે આવેદન મંગાવવામાં આવ્યા છે.
વેન્ટિલેટર, N 95 માસ્ક, પીપીઈ કીટ વગેરેની પર્યાપ્ત માત્રામાં ઉપ્લબ્ધતા
વૈશ્વિક કોરોના મહામારીના શરુઆતના દિવસોમાં વેન્ટિલેટર ( ( Ventilator ) પીપીઈ કીટ ( PPE Kit ), એન 95 ( N 95 ) માસ્ક વગેરે આયાત કરવામાં આવ્યા હતા. આ સમયગાળામાં આ ઉત્પાદનો માટે વૈશ્વિક મહામારી સામે લડવા માટે આવશ્યક એવા કોઈ ચોક્કસ ધોરણો પણ નહોતા. સરકારે જણાવ્યું કે, સરકાર દ્વારા મહામારીના પ્રારંભિક તબક્કામાં જ આવનારા પડકારની ઓળખ કરીને ઉચિત પગલા લીધા હતા અને આવશ્યક મેડિકલ ઉપકરણો પર્યાપ્ત માત્રામાં ઉપ્લબ્ધ થાય તે નિશ્ચિત કર્યું.
મેક ઈન ઈન્ડિયા ( Make in India ) અંતર્ગત વેન્ટીલેટર્સ ઉપલબ્ધ કરાવાયા
કોરોના મહામારી સામે લડવામાં સૌથી મોટું મેડિકલ હથિયાર છે વેન્ટિલેટર ( Ventilator ) છેલ્લા 9 મહિના દરમિયાન દેશભરના દવાખાનામાં 2 લાખથી 10 લાખ સુધીની કિંમતના 36,433 વેન્ટિલેટર ( Ventilator ) આપવામાં આવ્યા. ફેબ્રુઆરી માર્ચ મહિના દરમિયાન વેન્ટિલેટર્સની કિંમત લગભગ 15 લાખ રૂપિયા જેટલી હતી. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આગળ જણાવાયું કે, આ ખુબ જ મહત્વનું છે કારણકે સ્વતંત્રતાથી લઈને કોરોના સમયગાળા દરમિયાન જોઈએ તો બધી જ સાર્વજનિક સ્વાસ્થ્ય સેવાઓને જોતા આશરે 16000 વેન્ટિલેટર્સ ઉપલબ્ધ હતા. છેલ્લા 12 મહિના કરતા ઓછા સમયમાં 36,433 વેન્ટિલેટર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
પીપીઈ કીટ ( PPE Kit ) ના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા નંબરે
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વક્તવ્ય જાહેર કરવામાં આવ્યું કે દેશમાં પીપીઈ કીટ ( PPE Kit ) ના ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે અને ભારત હવે વિશ્વમાં પીપીઈ કીટ ( PPE Kit ) ના ઉત્પાદનમાં બીજા નંબરે પહોંચી ગયું છે. આજે દેશમાં પ્રતિદિન લગભગ 8 લાખ પીપીઈ કીટ ( PPE Kit ) બનાવવામાં આવી રહી છે. વર્તમાનમાં દેશમાં આશરે 1700 જેટલા ઉત્પાદકો તથા સપ્લાયર્સ છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારો પાસે પીપીઈ કીટ ( PPE Kit ) નો બફર સ્ટોક 89 લાખ થયો છે જે માર્ચ મહિનામાં માત્ર 2 લાખ હતો. અત્યાર સુધીમાં આશરે 170 લાખ પીપીઈ કીટ ( PPE Kit ) મફતમાં વહેંચવામાં આવી છે. પીપીઈ કીટ ( PPE Kit ) ની કિંમતોમાં પણ જબરદસ્ત ઘટાડો નોંધાયો છે નવ મહિના પહેલા જે પીપીઈ કીટ ( PPE Kit ) ની કિંમત સરેરાશ 600 રૂપિયા પ્રતિ કીટ જેટલી હતી તે ઘટીને આજે આશરે 200 રૂપિયા પ્રતિ કીટ થઈ છે.