- ગુજરાતમાં કોરોનાના કેસમા નજીવો ઘટાડો
- છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1487 કેસ નોંધાયા.
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1234 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થયા
ગુજરાત રાજ્યમાં કોરોનાના નવા કેસમાં નજીવો ઘટાડો
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોનાના તાજા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1487 કેસો નોંધાયા છે તથા 1234 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 17 લોકોએ જીવ ગુમાવ્યો છે. આમ જોતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,98,899 થઈ છે જેમાંથી 1,81,287 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, રિકવર થયા છે. રાજ્યનો રિકવરી રેટ, કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર 91.09% જેટલો થયો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 3876 લોકોએ જીવ ગુમાવ્યો છે. વર્તમાનમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 13,836 છે જેમાંથી 89 દર્દીઓ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,747 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે.
રાજ્યના મોટા શહેરોની સ્થિતિ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના નવા કુલ કેસમાંથી અમદાવાદ કોર્પોરેશનમાં 319 કેસ નોંધાયા છે તથા 331 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને 13 દર્દીઓએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે. સુરત કોર્પોરેશનમાં કોરોનાપા નવા 217 કેસ નોંધાયા છે અને 185 દર્દીઓ સાજા થઈને હેમખેમ પોતાના ઘેર પહોંચ્યા છે, 1 દર્દીએ જીવ ગુમાવ્યો છે. વડોદરા કોર્પોરેશનમાં કોરોનાના 132 નવા કેસ નોંધાયા છે જ્યારે 57 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને 1 દર્દીએ જીવ ગુમાવ્યો છે. રાજકોટ કોર્પોરેશનમાં કોરોનાના નવા 95 કેસ નોંધાયા છે જ્યારે 87 દર્દીઓ સાજા થયા છે અને 1 દર્દીએ જીવ ગુમાવ્યો છે. આજે 1 દર્દીએ મોરબીમાં કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.
કોરોના ટેસ્ટની સંખ્યા તથા હોમ ક્વોરંટીનની સંખ્યા
રાજ્યમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવી છે. આજે રાજ્યમાં કુલ 69,521 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીને ધ્યાને લેતા આ ટેસ્ટ પ્રતિદિન 1069.55 ટેસ્ટ પ્રતિ મિલિયન વસ્તી થવા જાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 73,04,705 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જીલ્લાઓ, શહેરોમાં કુલ 5,00,762 લોકોને ક્વોરંટીન કરવામાં આવ્યા છે જેમાંથી 5,00,762 લોકોને હોમ ક્વોરંટીન કરવામાં આવ્યા છે જ્યારે 111 વ્યક્તિઓને ફેસિલીટી ક્વોરંટીનમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યની જીલ્લા, શહેરોની સ્થિતિ