માલાબાર એક્સરસાઇઝ જાપાનમાં 8 થી 18 નવેમ્બર દરમિયાન ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા ક્વાડ (QUAD)ની નૌકાદળ વચ્ચે યોજાવાની તૈયારી : ઇન્ડિયન નેવીનું યુદ્ધજહાજ INS શિવાલિક અને INS કમોર્ટા જાપાન પહોંચ્યા : ચીનને મોટો સંદેશ
PM નરેન્દ્ર મોદી 6 નવેમ્બરે ગુજરાતના એક દિવસીય પ્રવાસે ફરી એકવાર ગુજરાત આવશે. ભાવનગરમાં સમુહ લગ્નના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગર અને વલસાડમાં જનસભાને સંબોધશે. જો ચૂંટણીની જાહેરાત થઈ જાય તો તે બાદ પીએમ મોદીનો પહેલો પ્રવાસ હશે.
નજીકના ભવિષ્યમાં પેટ્રોલની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા ? પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનો ઉત્તર જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ હજુ પણ ડીઝલ પર પ્રતિ લિટર 4 રૂપિયાનું નુકસાન સહન કરી રહી છે જ્યારે પેટ્રોલ પર જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓનું માર્જિન સકારાત્મક બન્યું છે
આમ આદમી પાર્ટી શાસિત દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાયું : લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ફેફસાંની બિમારીના કેસો વધ્યા, અનેક લોકો આઇસીયુમાં, શાળા-કોલેજો બંધ થઇ શકે છે, આમ આદમી પાર્ટી શાસિત પંજાબમાં પરાળી સળગાવવાના વધુ 3634 સાથે કુલ 21480 કિસ્સાઓ
ગુજરાત વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસ આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનનો તખ્તો તૈયાર ? પાટણના રાધનપુરમાં પરિવર્તન યાત્રામાં ભરતસિંહ સોલંકીનું મોટું નિવેદન કહ્યું, ભાજપને હરાવવા માટે આપ પાર્ટી કૉંગ્રેસ સાથે જોડાય તો પણ અમે સ્વીકારીશું.