બિહારના ભાગલપુરમાં મિડ-ડે-મીલ ખાધા પછી 200 બાળક બીમાર, છોકરાઓએ જમવામાં ગરોળી મળ્યાની ફરિયાદ કરી, છતાં શિક્ષકે માર મારીને ખાવાનું ખવડાવ્યું, શાળાના પ્રિન્સિપાલે કહ્યું, જમવામાં ગરોળી નહોતી. મેનુમાં ભાત, દાળ, બટાટા-રીંગણનું શાક હતું. જમવામાં રીંગણની દાંડી જોવા મળી હતી
સુપ્રીમ કોર્ટે પૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યા કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા નલિની અને આરપી રવિચંદ્રન સહિત 6 આરોપીઓને મુક્ત કરવાનો આપ્યો આદેશ. 21 મે 1991ના રોજ તમિલનાડુમાં રાજીવ ગાંધી પર આત્મઘાતી હુમલો કરાયો હતો.
વિશ્વના તમામ દેશોએ મળીને આ વર્ષે અત્યાર સુધી 40.6 બિલિયન ટન CO2 (GtCO2) વાયુમંડળમાં છોડ્યો, 2021ના રિપોર્ટ અનુસાર વૈશ્વિક CO2 ઉત્સર્જનમાં ભારતનુ યોગદાન 7 %, વિશ્વના અડધાથી વધારે CO2 ઉત્સર્જન કરવામાં ચીન 31 %, અમેરિકા 14 %, યુરોપીય સંઘ 8 %
અસદુદ્દીન ઓવૈસીની કાર પર ગોળીબાર કરનારા બંને આરોપીઓના જામીન સુપ્રીમ કોર્ટે કર્યા રદ્દ, 2022માં યુપી ચૂંટણી દરમિયાન ઓવૈસીના કાફલા પર હુમલો થયો હતો.
પીકે ઉવાચ : અત્યારે લૂંટની રીત બદલાઈ, બિહારમાં હજુ પણ જંગલરાજ,મુખ્યમંત્રી નીતીશ કુમારના રાજમાં અધિકારી કલમથી જનતાને લૂંટી રહ્યા છે
એલોન મસ્કના રાજમાં ટ્વિટરના કર્મચારીઓના ખરાબ દિવસો શરૂ : કર્મચારીઓએ અઠવાડિયામાં 80 કલાક કામ કરવું પડશે. ઓફિસમાં ફ્રી ફૂડ જેવી સુવિધાઓ નાબૂદ કરાશે. વર્ક ફ્રોમ હોમ પણ બંધ થશે.
ગુજરાત વિધાનસભાચૂંટણી: કોંગ્રેસના પ્રગતિ આહિરે કહ્યું, “આમ આદમી પાર્ટીના ગુલાબસિંહ યાદવ ટિકિટ આપવાના બહાને યુવતીનું યૌન શોષણ કર્યું, દંગા, દારૂ અને ડ્રગ પર આમ આદમી પાર્ટી ચાલતી હતી હવે દુષ્કર્મ એમ ત્રણ D પર ચાલે છે”
જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટી રાહત, સુપ્રિમ કોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી સંકુલમાં મળેલા શિવલિંગના સંરક્ષણ અને જાળવણી માટેના વચગાળાના આદેશને આગળના આદેશ સુધી લંબાવ્યો