ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર : બે તબક્કામાં મતદાન યોજાશે જેમાં 1લી અને 5 મી ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર કરાશે
સુપ્રીમ કોર્ટે વર્ષ 2000માં લાલ કિલ્લા પર થયેલા હુમલાના દોષિત મોહમ્મદ આરિફ ઉર્ફે અશફાકની ફાંસીની સજાને યથાવત, સુપ્રીમ કોર્ટે રિવ્યૂ પિટીશન ફગાવી
ચૂંટણીની જાહેરાત થાય તે અગાઉ ગુજરાત સરકારનો મોટો નિર્ણય : હોમગાર્ડ અને GRD જવાનના દૈનિક ભથ્થામાં કર્યો વધારો, 1, નવેમ્બર 2022થી હોમગાર્ડ અને જીઆરડીના જવાનોનો પગાર વધારો લાગુ પડશે.
ઉત્તર કોરિયાએ જાપાન ઉપર છોડી બેલેસ્ટિક મિસાઈલ, જાપાન સરકારે મધ્ય જાપાનમાં એલર્ટ જાહેર કર્યું, બુધવારે ઉત્તર કોરિયાએ સમુદ્રમાં 23 મિસાઈલો છોડી હતી. આમાંની એક મિસાઇલ દક્ષિણ કોરિયાના ઉલેંગ આઇલેન્ડથી 167 કિલોમીટર ખાબકી હતી.
WhatsApp યૂઝર્સ માટે ખુશખબર, માર્ક ઝુકરબર્ગે લોન્ચ કર્યું કમ્યુનિટીઝ નામક 32-વ્યક્તિ વીડિયો કોલિંગ સુવિધાનું સ્પેશિયલ ફીચર, આ સિવાય વોટ્સએપે ઇન-ચેટ પોલ, મોટી ફાઇલ શેર કરવી, પ્રતિક્રિયાઓ, 1024 યૂઝર્સ સુધી ગ્રુપ અને શેર કરવા યોગ્ય કોલ લિંક જેવી વધુ સુવિધાઓ જાહેર કરી