ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા રાજ્યમાં આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ 1, 6થી 8 અને 12ના કેટલાક પાઠ્યપુસ્તકો (Textbooks) માં બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે.
પાઠ્યપુસ્તકો (Textbooks) માં બદલાવને લઈને ધોરણ 1 તેમજ 6થી 8 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ બાબત છે કે આગામી શૈક્ષણિક ક્ષેત્રથી પાઠ્યપુસ્તક મંડળે પાઠ્યપુસ્તકો (Textbooks)માં બદલાવ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 1, 6થી 8 અને 12ના પાઠયપુસ્તકો (Textbooks) માં બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કેટલાક વિષયો નક્કી કરવામાં આવ્યા છે કયા-કયા વિષયના પુસ્તકમાં બદલાવ થવાનો છે તે નક્કે કર્યું છે તેથી વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રથી જે વિષયના પુસ્તકમાં બદલાવ થશે તે પુસ્તકનો અભ્યાસ કરવાનો થશે.

આગામી શૈક્ષણિક સત્રથી બદલાશે પાઠ્યપુસ્તકો (Textbooks)
આવનારા શૈક્ષણિક વર્ષ 2025-26ના વર્ષમાં પાઠ્યપુસ્તકો (Textbooks) માં બદલાવ અંગે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે અખબારી યાદી જાહેર કરી છે. પાઠ્યપુસ્તક મંડળે જાહેર કરેલી અખબારી યાદી મુજબ ધોરણ 1માં ગુજરાતી, ધોરણ 6માં અંગ્રેજી વિષયના પુસ્તક બદલાશે. ધોરણ 7ના સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીના પુસ્તક બદલાશે. ધોરણ 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો બદલાશે.
આવતા વર્ષથી બદલવામાં આવશે ધોરણ 1, 6, 8 અને 12ના પુસ્તકો#Gujarat #BreakingNews #News pic.twitter.com/kKnkWwWHrU
— Zee 24 Kalak (@Zee24Kalak) February 27, 2025
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે લીધેલા નિર્ણય અનુસાર ધોરણ 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે. નવા શૈક્ષણિક વર્ષમાં કુલ 14 પુસ્તકો નવા તૈયાર કરાશે. જેમાં સંસ્કૃત માધ્યમના 6 પુસ્તકો બદલાશે. નવા શૈક્ષણિક વર્ષમાં નવા પુસ્તકો અભ્યાસ ક્રમમાં લેવાના રહેશે.

પાઠ્યપુસ્તક મંડળ આગામી જૂન 2025-26માં આવનાર નવા પુસ્તકોની યાદી જાહેર કરી છે જેમાં ધોરણ છમાં દ્વિતીય ભાષા અંગ્રેજીમાં અંગ્રેજી માધ્યમ સિવાય તમામ પુસ્તકમાં બદલાવ થશે. ધોરણ આઠમાં પ્રથમ ભાષા ગુજરાતીમાં ગુજરાતી માધ્યમના પુસ્તક બદલાવ થશે. ધોરણ એકમાં પ્રથમ અને દ્વિતીય ભાષા ગુજરાતીમાં ગુજરાતી સિવાય તમામ માધ્યમમાં પુસ્તકો બદલાશે.