RSS
Spread the love

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો (RSS) ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રનો સંયુક્ત સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ દિ.16-05-2025 થી પાટણની ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે થયો. આ વર્ગમાં કુલ 37 જિલ્લામાંથી 266 શિક્ષાર્થીઓ, 27 શિક્ષકો દ્વારા સંઘકાર્ય (RSS) વિસ્તાર અને દૃઢીકરણ માટે વિવિધ પ્રકારનું શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ પ્રાપ્ત કરશે.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો

શિક્ષાર્થીઓ પોતાના દૈનિક જીવનમાં સમયના મહત્તમ અને અસરકારક ઉપયોગ સ્વસ્થ અને સ્વદેશી જીવન પદ્ધતિના પાઠ અંગેનું પણ પ્રશિક્ષણ મેળવશે. વર્ગ દરમિયાન પશ્ચિમ ક્ષેત્ર પ્રચારક શ્રી સુમંતજી અને સહપ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

વર્ગનો શુભારંભ અખંડધામ પીઠાધિશ્વર પ.પૂ.સ્વામી શ્રી બ્રહ્માનંદસાગરજી (વેદાંતચાર્ય, સ્વામી અખંડાનંદ વિદ્યામંદિર આશ્રમ, ખાંભેલ, બહુચરાજી) દ્વારા વર્ગના સર્વાધિકારી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, વર્ગ કાર્યવાહ શ્રી ઈન્દ્રવદનભાઈ બારોટ તથા ગુજરાત પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

RSS ના વર્ગમાં પ.પૂ. સ્વામી બ્રહ્માનંદસાગરજીના આશીર્વચન

આ અવસરે પોતાના આશીર્વચનમાં પ.પૂ.સ્વામી શ્રી બ્રહ્માનંદસાગરજીએ કહ્યું કે સનાતન ધર્મમાં પરમ તત્વ કાલ્પનિક નહીં, યથાર્થ તત્વ છે. આપણને ભારતમાતાના ગૌરવશાળી પ્રાચીન ઈતિહાસથી અર્વાચીન વિશ્વવ્યાપી સંચાર સુધીના પથ પર વેદ-વેદાંત આધારિત “એકોહમ બહુસ્યામિ” સ્વરૂપ અંગે ગૌરવ છે, આજના સમયમાં યુવા ભારતની એકતા, સમતા, સ્થિરતા-સમતોલનને શ્રેષ્ઠત્વ તરફ પ્રયાણ કરવા સ્વત્વને ઓળખવું જરૂરી છે.

આ અવસરે વર્ગ કાર્યવાહે જણાવ્યું કે, આત્મવિકાસ અને આત્મસાધના માટે આ પ્રકારના વર્ગનું આયોજન થાય છે. આત્મ સાધના દ્વારા રોજિંદા જીવનની વ્યવસ્થા અને વ્યસ્તતામાંથી એક જ વિષય પર મન પરોવવા થી સત્ – ચિત્ત – આનંદની સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો

સમગ્ર વર્ગ દરમિયાન કુલ 35 પ્રબંધકો દ્વારા વર્ગ સ્થાનની સ્વચ્છતા, નિવાસ, ભોજન જેવી વિવિધ વ્યવસ્થાઓનું પ્રબંધન કરવામાં આવનાર છે. વિશેષતઃ ભોજન વ્યવસ્થા હેઠળ પાટણના વિવિધ વિસ્તારમાંથી તથા પાટણ તાલુકાના વિવિધ ગામોમાંથી વર્ગમાં ભોજન માટે રોટલી, ભાખરી અને રોટલાં એકત્ર કરી સામાજિક એકત્વ અને પરિવારભાવનું પ્રકટીકરણ કરવામાં આવનાર છે.

દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “RSS ના ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના 266 શિક્ષાર્થીઓ સાથેના સંયુક્ત સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *