Ahmedabad
Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અમદાવાદ (Ahmedabad) પહોંચ્યા બાદ નિકોલના (Nikol) ખોડલધામ ગ્રાઉન્ડ (Khodaldham Ground) ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જનતાને સંબોધિત કરી અને પહલગામ હુમલા (Pahalgam Terror Attack) બાદ સરકારે આતંકવાદ (Terrorism) વિરુદ્ધ આદરેલા ઓપરેશન સિંદૂરને (Operation Sindoor) લઈને મોટું નિવેદન આપ્યું હતું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર પહોંચ્યા ત્યારબાદ તેમનો ભવ્ય રોડ શો (Road Show) યોજાયો હતો. રોડ-શો (Road Show) બાદમાં તેઓ નિકોલ (Nikol) ખાતે ખોડલધામ ગ્રાઉન્ડ (Khodaldham Ground) જ્યાં તેમની સભા યોજાઈ હતી ત્યાં પહોંચ્યા હતા. અમદાવાદમાં (Ahmedabad) વડાપ્રધાન મોદીએ (PM Modi) ગુજરાતના (Gujarat) 5400 કરોડથી વધુ રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદની (Ahmedabad) આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મેદનીએ પીએમ મોદીનું (PM Modi) ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દ્વારા પીએમ મોદી (PM Modi) દ્વારા જે પણ વિકાસના કામ કરાવવામાં આવ્યા હતા તેનો ઉલ્લેખ કર્યો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આતંકવાદ વિરુદ્ધ ભારતના વલણ લઈને પીએમ મોદીએ (PM Modi) પહલગામ હુમલા (Pahalagam Terror Attack) બાદ થયેલા ઓપરેશન સિંદૂરનો (Operation Sindoor) ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આખા વિશ્વએ જોયું કે ભારત કેવી રીતે આતંકવાદને (Terrorim) જવાબ આપે છે. ઓપરેશન સિંદૂરને (Operation Sindoor) લઈને તેમણે કહ્યું કે 22 મિનિટમાં બધું સફાચટ કરી નાખ્યું હતું. સાથે જ તેમણે કહ્યું આતંકવાદીઓને હવે તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમદાવાદમાં (Ahmedabad) રોડ-શો (Road Show) બાદ પોતાના ભાષણનો આરંભ પીએમ મોદીએ (PM Modi) ભારત માતા કી જયના નારા સાથે કરી હતી. બાદમાં તેમણે મંચ પર હાજર સૌ મહાનુભાવોનો આભાર માન્યો હતો. સભામાં મેદનીએ મોદી મોદીના નારા લગાવતા વડાપ્રધાન મોદીએ (PM Modi) કહ્યું કે, ઘણી વખત મને વિચાર આવે કે આ કેવું નસીબ હશે કે તમારો પ્રેમ મને મળ્યો. સાથે જ કહ્યું કે હું આપ સૌનો આભાર માનું છું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમદાવાદની (Ahmedabad) સભામાં ઉમટી માનવ મેદની

અમદાવાદની (Ahmedabad) આ સભામાં પીએમ મોદીએ કહ્યું કે ગણપતિબાપાના (Ganpati Bappa) આશીર્વાદથી ગુજરાતના (Gujarat) વિકાસ સાથે જોડાયેલા અનેક યોજનાઓનું શ્રીગણેશ થયું છે. વિકાસના દરેક પ્રોજેક્ટ (Development Project) જનતાના ચરણોમાં સમર્પિત કરવાની તક મળે તે મારું સૌભાગ્ય છે. વિકાસ કાર્યોને લઈને તેમણે જનતાને અભિનંદન પાઠવ્યા હતા.

ચોમાસાને (Monsoon) લઈને કહ્યું વરસાદની સિઝનમાં ગુજરાતમાં (Gujarat) ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દેશમાં ઘણી બધી જગ્યાએ વાદળ ફાટવાની (Cloud Burst) ઘટનાઓ બની છે. જેથી હું દરેક પ્રભાવિત પરિવારોને મારી સંવેદના વ્યક્ત કરું છું. સાથે જ કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક રાજ્યની સરકારો સાથે મળીને રાહત અને બચાવના કામમાં લાગી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *