
- મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને સાંસદ વિનોદ ચાવડાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- ગઈ કાલે નિઝામપુરામાં સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી હતી.
- મુખ્યમંત્રીનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગઈ કાલે નિઝામપુરામાં સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી હતી. તેમની તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે યુએન મહેતા હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રીનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ બુલેટિન અનુસાર તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને સાંસદ વિનોદ ચાવડાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી 14 દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેશે. જેને કારણે હવે તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર નહીં કરી શકે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં રહેવું પડી શકે છે: નીતિન પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવા મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી. આ મામલે તેમણે જણાવ્યું હતું કે, તેમને અઠવાડિયા સુધી સારવારમાં રાખવામાં આવી શકે છે. નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે યુ.એન.મહેતા હાર્ટ હૉસ્પિટલ ખાતે જ તેમની કોરોનાના દર્દી તરીકે સારવાર ચાલશે. નીતિન પટેલના કહેવા પ્રમાણે, મુખ્યમંત્રીને 100 ડિગ્રીની આસપાસ તાવ હતો. તેઓ તાવની દવા પણ લેતા હતા. રવિવારે વડોદરા ખાતે તેઓ ઢળી પડ્યા હતા તે અંગે ડૉક્ટરોનું માનવું છે કે સતત કામને લીધે થાક અને ઉજાગરાઓને લીધે આવું થયું હોવાની શક્યતા છે. તેમના અન્ય તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે.
