Gujarat Budget 2025: ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈ એ નાણાકીય વર્ષ 2025-26નું 3.70 લાખ કરોડનું અંદાજપત્ર રજ કર્યું હતું.
ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇ એ વિધાનસભામાં આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું છે. તેમણે નાણાકીય વર્ષ 2025-26 માટે ગુજરાતનું 370250 કરોડનું બજેટ (Gujarat Budget 2025) રજૂ કર્યું છે. તેમણે બજેટ ભાષણમાં કહ્યું કે, ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાત દેશની કુલ જીડીપીમાં 3.8 ટકા યોગદાન આપે છે.
Live: વિકસિત ગુજરાતના વિઝનની સાથે જનકલ્યાણના મિશનને સાર્થક કરતું ગુજરાત બજેટ ૨૦૨૫-૨૬ #GujaratBudget2025 https://t.co/BXPOReZ054
— Kanu Desai (@KanuDesai180) February 20, 2025
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ દેવવ્રતના ભાષણથી શરૂ થઈ ગયું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધનમાં ગુજરાતના વિકાસના પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે છેલ્લો અઢી દાયકાને ગુજરાતનો સુવર્ણકાળ ગણાવતા તેમણે ઉમેર્યુ હતુ કે, વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે વિકસીત ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ રોડમેપ તૈયાર કર્યો છે.

(Gujarat Budget 2025) નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની બજેટ જોગવાઈ
રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 782 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2.50 લાખ વિદ્યાર્થીઓને સહાય માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત સરકાર જગતના તાત એવા અન્નદાતા માટે હંમેશા સંવેદનશીલ છે. ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય હોય છે. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુકત કરવા દિવસે વીજળી આપવા કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના ૧૬,૬૮૩ એટલે કે ૯૭% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી અપાય છે. આ યોજનાને વધુ સુદ્રઢ કરવા માટે આ બજેટમાં ₹ 2175 કરોડની ફાળવણી કરવામાં આવે છે.
ગુજરાત ટેકસટાઇલ એકમો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાય પૂરી પાડવા આ બજેટમાં ₹ 2000 કરોડની જોગવાઇ કરવામાં આવી. (Gujarat Budget 2025)
નાણામંત્રી કનુભાઇ દેસાઇએ કહ્યું કે, રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા જળવાય તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સાયબર સુરક્ષા અને કાયદાના અમલીકરણમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં રાજ્ય કક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે. નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની હેરફેરની ગેરકાયદેસર કામગીરી સામે કડક પગલાં લેવા માટે Anti Narcotics Task Forceનું ઓપરેશનલ યુનિટ ઊભું કરવામાં આવશે. આ તમામ માટે કુલ 352 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
ગુજરાત બજેટ (Gujarat Budget 2025) ભાષણમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ પોલીસ વિભાગમાં 14 હજારથી નવી ભરતી કરવાની ઘોષણા કરી છે. કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા SRP, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સંવર્ગની ૧૪ હજારથી વધુ ભરતી કરવાનું આયોજન છે. માર્ગ સલામતીના પગલાં વધારવા તથા ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે.
જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતા ધ્યાને લઈ 2060 નવી બસો પ્રજાની સેવામાં મૂકવાનું આયોજન છે. જે માટે 1128 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. ગ્રામ્ય વિસ્તારો માંથી ઔદ્યોગિક વિસ્તારોમાં આવતા શ્રમિકો માટે અને અંતરિયાળ વિસ્તારોને જોડવા 400 મીડી બસ ખરીદવાનો પ્રસ્તાવ છે.
અમદાવાદ-ગાંધીનગર અને સુરત મેટ્રો વિસ્તરણનું કામ આગળ વધી રહેલ છે. અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 2નું કામ ડfસેમ્બર 2025માં પૂર્ણ થશે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના 55% કામ પૂર્ણ થયેલ છે. નાગરિકોને રેલ આધારિત ઝડપી, વિશ્વસનીય અને આધુનિક જાહેર પરિવહનની સેવાનો લાભ મળે તે માટે આગામી નાણાકીય વર્ષમાં ₹૨૭૩૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
સાબરમતી નદી પર અમદાવાદ–ગીફ્ટ સીટી-ગાંધીનગરને જોડતા રિવરફ્રન્ટના બીજા ફેઝની કામગીરી પ્રગતિમાં છે. બાકીના પાંચ ફેઝનું કામ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. દેશના સૌથી લાંબા આ રિવરફ્રન્ટના વિકાસ કામકાજ માટે આ બજેટ 2025 (Gujarat Budget 2025) માં ₹350 કરોડની ફાળવણી કરી છે.

[…] (Textbooks)માં બદલાવ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 1, 6થી 8 […]
[…] બિરદાવતી સ્ટોરી શેર કરી છે. તેમણે ગુજરાત (Gujarat) રાજ્યના મોરબી અને સિરામિક […]