ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે.
બોર્ડની અખબારી યાદી પ્રમાણે ધોરણ 10 તથા 12ની પરીક્ષા 18 માર્ચ 2022થી 21 એપ્રિલ 2022 દરમિયાન લેવામાં આવશે.
ધોરણ 10 નું સમયપત્રક
- 28 માર્ચ 2022 – પ્રથમ ભાષા
- 30 માર્ચ 2022 – બેઝિક ગણિત
- 31 માર્ચ 2022 – સ્ટાન્ડર્ડ ગણિત
- 04 એપ્રિલ 2022 – વિજ્ઞાન
- 06 એપ્રિલ 2022 – સામાજિક વિજ્ઞાન
- 07 એપ્રિલ 2022 – દ્વિતીય ભાષા (ગુજરાતી)
- 08 એપ્રિલ 2022 – દ્વિતીય ભાષા (અંગ્રેજી)
- 09 એપ્રિલ 2022 – દ્વિતીય ભાષા (અન્ય)
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સમયપત્રક
- 28 માર્ચ 2022 – ભૌતિક વિજ્ઞાન
- 30 માર્ચ 2022 – રસાયણ વિજ્ઞાન
- 01 એપ્રિલ 2022 – જીવ વિજ્ઞાન
- 04 એપ્રિલ 2022 – ગણિત
- 06 એપ્રિલ 2022 – અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા
- 08 એપ્રિલ 2022 – તમામ પ્રથમ ભાષા, ગુજરાત અને હિન્દી દ્વિતીય ભાષા, સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત, કમ્પ્યુટર ઍૅજ્યુકેશન
ધોરણ 12 સામાન્ય પ્રવાહ સમયપત્રક
- 28 માર્ચ 2022 – સહકાર પંચાયત, નામાનાં મૂળતત્ત્વો
- 29 માર્ચ 2022 – ઇતિહાસ, આંકડાશાસ્ત્ર
- 30 માર્ચ 2022 – તત્ત્વજ્ઞાન, કૃષિવિદ્યા, ગૃહજીવન વિદ્યા, વસ્ત્રવિદ્યા, પશુપાલન અને ડેરીવિજ્ઞાન, વનવિદ્યા અને વનઔષધીવિદ્યા
- 31 માર્ચ 2022 – અર્થશાસ્ત્ર
- 01 એપ્રિલ 2022 – સેક્રેટરિયલ પ્રૅક્ટિસ, ભૂગોળ
- 04 એપ્રિલ 2022 – સામાજિક વિજ્ઞાન, વાણિજ્ય વ્યવસ્થા
- 05 એપ્રિલ 2022 – દ્વિતીય ભાષા ગુજરાત અને અંગ્રેજી, સંગીત સૈદ્ધાંતિક
- 06 એપ્રિલ 2022 – મનોવિજ્ઞાન
- 07 એપ્રિલ 2022 – પ્રથમ ભાષા
- 08 એપ્રિલ 2022 – દ્વિતીય ભાષા હિન્દી
- 09 એપ્રિલ 2022 – ચિત્રકામ સૈદ્ધાંતિક, ચિત્રકામ પ્રાયોગિક, કમ્પ્યુટર પરિચય
- 11 એપ્રિલ 2022 – સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત
- 12 એપ્રિલ 2022 – રાજ્યશાસ્ત્ર , સમાજશાસ્ત્ર