- માર્ચ 2024માં બોર્ડની પરીક્ષા યોજાશે
- ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો
- ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરનો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ 2024ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. માર્ચ 2024માં ધોરણ 10 અને ધોરણ 12ણી બોર્ડની પરીક્ષાઓ યોજાશે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ 11મી માર્ચથી શરુ થશે ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે અને ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરનો નિર્ધારિત કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા સત્તાવાર જાહેરાત કરવમાં આવી છે અને બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે.

ધોરણ 10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની માર્ચ 2024ની પરીક્ષા તારીખ 11 માર્ચ 2024થી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિવેદનમાં જણાવાયું છે. બોર્ડની સઘળી પરીક્ષાનો વિસ્તૃત કાર્યક્રમ કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઈટ WWW.GSEB.org પર મૂકવામાં આવ્યો છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને પેરામેડિકલ શાખાઓમાં જવા માટે ગુજકેટની પરીક્ષા ખૂબ જ મહત્ત્વની એવી ગુજકેટની પરીક્ષાની તારીખ પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે તે મુજબ બીજી એપ્રિલ 2024ના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. ગુજકેટમાં ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિતની એમ ચાર વિષયની પરીક્ષા લેવાશે.