Spread the love

  • બાપુનગર વિસ્તારમાં ચાલતું હતું કૌભાંડ

  • મેમામાંથી કલમો રદ કરીને ઓછો દંડ ભરીને તોડ કરતા હતા

  • અબ્દુલહમીદ અન્સારી, અલ્તાફ શેખ અને નશિફ અજગરલી નામના ઠગો સામે ગુન્હો નોંધી તપાસ શરૂ

અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા આપવામાં આવતા મેમા અને આરટીઓની નકલી રસીદો બનાવી સરકાર અને લોકોને છેતરાતા ત્રણ એજન્ટો સામે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મેમામાંથી કલમો રદ કરીને આટીઓમાં દંડ ઓછો ભરી અરદારને નકલી રસીદો આપતા હતા.


બાપુનગર પોલીસે ચોક્કસ બાતમી આધારે બાપુનગરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા ગુલઝાર ઉર્ફે ભૈયા અબ્દુલહમીદ અંસારી અને બાપુનગર અમન ચોકમાં રહેતા નફીસ અજગરઅલીશેખ તથા અકબરનગરના છાપરામાં રહેતા અલ્તાફ  ફરીદએહમદ શેખ ના ત્યાંથી પોલીસે આરટીઆની નકલી રસીદો કબજે કરી હતી અને  કમ્પ્યુટર પિન્ટર તથા અમદાવાદ પૂર્વ આરટીઓ કચેરીના સિક્કા કબજે કર્યા હતા. 


પોલીસ તપાસમાં આરોપીઓ આરટીઓ એજન્ટ તરીકે આરટીઓને લગતી કામગીરી કરતા રહતા અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમ ભંગ બદલ કબજે વાહનો છોડાવી આપવાની કામગીરી કરતા હતા. તેઓ પોલીસ દ્વારા આપવામાં આવેલા મેમામાં વિવિધ નિયમ ભંગની કલમો રદ કરીને નકલી મેમો આરટીઓમાં રજૂ કરીને દંડ ઓછો ભરતા અને આરટીઓની નકલી રસીદોમાં દંડની રકમ ખોટી લખીને  અરજદારો પાસે રૂપિયા પડાવતા હતા.



Spread the love
Avatar photo

By Parth Solanki

The founder and Chief Project manager of "devlipinews.com" is Parth Solanki Hello readers, It's me Parth. I hope your reading well and getting some good amount of knowledge from our website. our intention is to give good amount of knowledge that being useful for you so keep reading a website.