- તાના રીરી એવોર્ડ દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે.
- આ વર્ષે આ એવોર્ડ વિખ્યાત ગાયિકા તથા પદ્મશ્રી અનુરાધા પૌંડવાલ અને શ્રીમતી વર્ષાબેન ત્રિવેદીને સંયુક્ત રૂપે સન્માનિત
- મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવોર્ડ અર્પણ કર્યો
વર્ષ 2020નો તાના રીરી એવોર્ડ એનાયત
વર્ષ 2020નો ગુજરાત સરકાર દ્વારા સંગીત સામ્રાજ્ઞી બેલડી તાના-રીરીની સ્મૃતિમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતો તાના રીરી એવોર્ડ વિખ્યાત પાર્શ્વ ગાયિકા અનુરાધા પૌંડવાલ અને ભાવનગરના શ્રીમતી વર્ષાબેન ત્રિવેદીને સંયુક્ત રૂપે ગઈકાલે એનાયત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બંને સન્માનિતોને એવોર્ડ ગઈકાલે અર્પણ કર્યો હતો. મુખ્યમંત્રીએ એવોર્ડમાં સામેલ શાલ, તામ્રપત્ર તથા 5 લાખની રકમ અર્પણ કરીને અનુરાધા પૌંડવાલ તથા શ્રીમતી વર્ષાબેન ત્રિવેદીને સન્માનિત કર્યા હતા.
તાના રીરી એવોર્ડની શરૂઆત
વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ વર્ષ 2010 માં ગુજરાત રાજ્યની સ્થાપનાની સુવર્ણ જયંતિ નિમિત્તે અકબરના દરબારમાં ગાવાનું આમંત્રણ નકારીને ઐતિહાસિક આત્મબલિદાન આપનાર વડનગરની પ્રખ્યાત બહેનો તાના અને રીરીના નામથી મહિલા ગાયક સંગીતજ્ઞ, વાદ્ય કલાકારોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની શરૂઆત કરી હતી. સૌપ્રથમ તાના રીરી એવોર્ડ દંતકથારૂપ વિશ્વ પ્રસિદ્ધ કોકિલકંઠી પાર્શ્વગાયિકા તથા ભારતરત્ન લતા મંગેશકર તથા એમના બહેન ઉષા મંગેશકરને તાના રીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લતાજી આ કાર્યક્રમમાં ઉપસ્થિત નહોતા રહી શક્યા.
તાના રીરી મહોત્સવ
તબે દિવસનો તાના-રીરી મહોત્સવની શરૂઆત દર વર્ષે કારતક સુદ નોમના દિવસે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આયોજિત આવે છે. વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકબરના દરબારમાં ગાવાનું આમંત્રણ નકારીને ઐતિહાસિક આત્મબલિદાન આપનાર આદ્ય ભક્તકવિ નરસિંહ મહેતાની બે દોહિત્રી તાના-રીરીનુ અમર બલિદાન તથા સંગીત ઇતિહાસની સ્મૃતિ જનમાનસમાં સદાકાળ ઊજાગર રહે તેવા ઉદાત્ત ભાવ સાથે કરી હતી.