ICG
Spread the love

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ને વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે. ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે ખતરો બનતો જઈ રહ્યો છે. અહિંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપી લેવામાં આવી રહ્યા છે. ગુજરાતને અડીને આવેલા અરબ સાગરના માર્ગે ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થોનો કાળો કારોબાર કરનારા સુરક્ષા એજન્સીના સકંજામાં આવતા જૈ રહ્યા છે. આજે ઝડપાયેલા ડ્રગ્સ મામલે ગુજરાત ATSના DIG સુનિલ જોશી માહિતી આપી હતી.

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા પોરબંદરથી લગબહગ 190 કિલોમીટર દૂર સાગરમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં રૂપિયા 1800 કરોડની કિંમતનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. કોસ્ટ ગાર્ડની શિપને જોઈને, પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. જે બાદ કોસ્ટ ગાડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન 12- 13 એપ્રિલે હાથ ધરાયું હતું.

ઈન્ડિયન ગોસ્ટ ગાર્ડના (ICG) જહાજને જોતા ભાગ્યા ડ્રગ્સ માફિયા

આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં, ઈન્ડિયન ગોસ્ટ ગાર્ડના (ICG) જહાજને જોતા જ, ડ્રગ્સ માફિયાઓ, તેમની બોટમાંથી ડ્રગ્સનો કેટલોક જથ્થો દરિયામાં ફેકીને ભાગી ગયા હતા. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એટીએસે દરિયામાં પધરાવેલ જથ્થો શોધીને, તપાસ કરતા તે પ્રતિબંધિત ડ્રગ્સ હોવાનું જણાયું હતું. બન્ને તપાસ એજન્સીએ 1800 કરોડની કિંમતનો 300 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

દરિયામાંથી 311 નશીલા પદાર્થના પેકેટ શોધી લેવામાં આવ્યા છે. હાલ આ ડ્રગ્સ મોકલનારનું નામ આગાઉ પણ ATSની તપાસમાં ખુલ્યું છે. અત્યાર સુધીમાં જમીન, દરિયા અને કન્ટેનર માર્ગે રેડ કરવામાં આવી છે. જેમાં અલગ અલગ રેડ દરમિયાન દરિયાઇ માર્ગમાંથી 77 પાકિસ્તાની, 34 ઈરાન, 2 નાઈજેરિયન સહિત 5400 કિલો ડ્રગ્સ ઝડપાયું છે જેની કિંમત 10 હજાર કરોડ જેટલી થાય છે.

ગુજરાત ATSના DIG, સુનિલ જોશીએ ડ્રગ્સ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જે.એમ.પટેલને બાતમી મળી હતી પાકિસ્તાનનો ફિદા નામનો માણસ પોરબંદર 400 કિલો ડ્રગ્સ મોકલવાનો છે. જે મુજબ શ્રિલંકાની બોટ લેવા આવી હતી. તે મુજબ આરોપીઓને પકડવા જતાં પાકિસ્તાની બોટ પોરબંદર નજીક દરિયામાં માલ નાંખીને જતી રહી હતી. જેનો કોસ્ટગાર્ડે પીછો કર્યો પણ બોટ પાકિસ્તાન જતી રહી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *