આણંદ જિલ્લાના (Anand District) અડાસ ગામમાં (Adas Village) નિર્માણાધીન રેલવે (Railway) ઓવરબ્રિજનો (Overbridge) એક મોટો ભાગ ગત રાત્રે (30મી મે) અચાનક ધરાશાયી થયો હતો. ગુજરાતમાં (Gujarat) વધુ એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેની કારણે ફરી એકવાર સરકારી કામમાં ભ્રષ્ટાચારની (Corruption) ગંધ આવી રહી છે. આણંદ જિલ્લાના (Anand District) અડાસ ગામ (Adas Village) પાસે બની રહેલા રેલવે ઓવરબ્રિજનો (Railway Overbridge) એક મોટો અને ભારેખમ હિસ્સો અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો છે. જો કે, રાહતના સમાચાર એ છે કે આ અકસ્માત સમયે ઘટનાસ્થળે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે.

આણંદના (Anand) અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ધરાશાયી
મળતી માહિતી મુજબ, અડાસ ગામને (Adas Village) નેશનલ હાઈવે (National Highway) સાથે જોડતા આ ઓવરબ્રિજનું (Overbridge) નિર્માણ રેલવેની (Railway) ગતિ શક્તિ યુનિટ (Gati Shakti Unit) આ બ્રિજનું (Bridge) કામ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા આશરે 15 મહિનાથી આ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બ્રિજના (Bridge) પિલર પર ગોઠવવામાં આવેલા ભારેખમ સિમેન્ટના (Cement) ગર્ડર અચાનક જમીનદોસ્ત થઈ ગયા હતા.

આણંદ જિલ્લાના (Anand District) અડાસ ગામમાં (Adas Village) નિર્માણાધીન રેલવે (Railway) ઓવરબ્રિજનો (Over Bridge) એક મોટો ભાગ ગત રાત્રે (30મી મે) અચાનક ધરાશાયી (Collaps) થયો હતો. સદનસીબે ઘટના સમયે સ્થળ પર કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આણંદ જિલ્લામાં (Anand District) છેલ્લા બે વર્ષમાં બ્રિજ સંબંધિત આ ત્રીજી મોટી ઘટના છે.

અગાઉ રાજુપુરા (Rajupura) વાસદ (VAsad) અને ગંભીરા બ્રિજ (Gambhira Bridge) દુર્ઘટનાઓ બની ચૂકી છે. હાલમાં આ ઓવરબ્રિજ (Overbridge) તૂટી પડવાની ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ બ્રિજ ધરાશાયી (Bridge Collapse) થતા આસપાસના રહેણાંક મકાનોમાં ધ્રુજારીનો અનુભવ થયો હતો.

અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે રેલવે (Railway) વિભાગના પ્રાંત અધિકારી, DySP અને ટેકનિકલ વિંગની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લઈને વિસ્તૃત વહીવટી અને ટેકનિકલ તપાસ શરૂ કરી દીધી છે. વડોદરા (Vadodara) રેલવે (Railway) પીઆરઓ ના સત્તાવાર નિવેદન પ્રમાણે આ ઘટના બ્રિજના અપ્રોચ ગર્ડર તૂટવાના કારણે થઈ છે, જે મુખ્ય રેલવે ટ્રેકથી ઘણો દૂર છે. આ દુર્ઘટનાને કારણે ટ્રેનોના સંચાલન કે સામાન્ય રોડ ટ્રાફિક પર કોઈ પણ પ્રકારની માઠી અસર થઈ નથી અને કોઈ રૂટ ડાયવર્ઝન કરવાની જરૂર પડી નથી.
આણંદમાં વધુ એક બ્રિજ ધરાશાયી થયાની ઘટના.
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) May 31, 2026
અડાસમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ ધરાશાયી.
શું અડાસનો રેલવે ઓવરબ્રિજ વધુ એક ભ્રષ્ટાચારનો નમૂનો?#Anand | #Bridge | #Railway | #Collapsed | #Accident
Reporter : @yogindarji20
Anchor : @kinshubhatt pic.twitter.com/nOMPT97eJP
