અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે વિવિધ સફળતાનાં શિખરો સર કરી રહ્યું છે ત્યારે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા AMC ને ૩૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
શહેરના વિકાસ કાર્યો માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ ગ્રાન્ટની ફાળવણી શુક્રવારે કરાઈ છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને માન્યો આભાર
૩૨૫ કરોડની ગ્રાન્ટની ફાળવણી બદલ AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે કોર્પોરેશનના હોદ્દેદારો વતી મુખ્યમંત્રીવિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડારીનો આભાર વ્યક્ત કર્યો.
કેમ મળી ગ્રાન્ટ
કોરોના મહામારીના કારણે AMC ની આવકમાં ઘણો ઘટાડો થયો હતો. અને એના કારણે ઘણાં ચાલુ કામો અટકી પડ્યા હતાં.
શહેરમાં પ્રજાલક્ષી કાર્યો અવિરત ગતિએ ચાલ્યા કરે એ માટે AMCને આ ગ્રાન્ટ ફળવાઈ છે.
માત્ર પ્રજાલક્ષી કાર્યો થશે
આ ગ્રાન્ટમાંથી માત્ર પ્રજાલક્ષી અને જરૂરિયાતવાળા કાર્યો જ કરાશે. એ સિવાયના કામો હાલ પુરતાં અટકાવવા માટે કોર્પોરેશને નિર્ણય કર્યો છે.