પૂર્વ અમદાવાદને પશ્ચિમ અમદાવાદ, ચાંદખેડા અને સાબરમતી સાથે જોડતા મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સુભાષ બ્રિજ (Subhash Bridge) અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. સુભાષ બ્રિજના (Subhash Bridge) પિલરો અને સ્પાનમાં તિરાડો જોવા મળતાં હવે સમગ્ર બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડીને તેના સ્થાને નવો અને આધુનિક 8 લેનનો બ્રિજ બનાવવામાં આવશે. AMC કમિશ્નરે આ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી.

સુભાષ બ્રિજના (Subhash Bridge) પિલર્સમાં જોવા મળી તિરાડો
અમદાવાદના (Ahmedabad) સુભાષ બ્રિજના (Subhash Bridge) પિલર (થાંભલા)માં તાજેતરમાં જ મોટી તિરાડો જોવા મળી હતી. આ બાબત સામે આવ્યા બાદ તુરંત જ બ્રિજ એક્સપર્ટસની ટીમ દ્વારા આખા બ્રિજનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એક્સપર્ટસની ટીમે આ અંગે એક વિગતવાર તપાસ રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં જણાવાયું છે કે આ બ્રિજના થાંભલાની ઉપરનું આડું માળખાનું (પિયર્સ-Piers) આયુષ્ય 53 વર્ષ જેટલું થઈ ગયું છે, જેથી મજબૂતાઈ જોખમી સ્તરે પહોંચી ગઈ છે.

ટેકનિકલ તપાસ બાદ લેવાયો નિર્ણય
સુભાષ બ્રિજની (Subhash Bridge) હાલત અંગે બ્રિજ નિષ્ણાતોની ટીમ દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ IIT રૂડકી દ્વારા તૈયાર કરાયેલા અંતિમ રિપોર્ટમાં સ્પષ્ટ ભલામણ કરવામાં આવી હતી કે બ્રિજના માત્ર સ્પાન જ નહીં પરંતુ પિલરો પણ તોડી પાડવા જરૂરી છે. અગાઉ AMC દ્વારા માત્ર સુપરસ્ટ્રક્ચર એટલે કે સ્પાન તોડીને પિલરો યથાવત રાખવાનો વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ નવી ટેક્નિકલ તપાસ બાદ સંપૂર્ણ બ્રિજ તોડવાનો નિર્ણય લેવાયો છે.

8 લેનનો હશે નવો સુભાષ બ્રિજ હશે
નવા પ્રોજેક્ટ અંતર્ગત 4 લેનના હાલના બ્રિજને 8 લેનમાં રૂપાંતરિત કરવામાં આવશે. સાથે નવા 7 પિલરનું પણ નિર્માણ થશે. હાલમાં જૂના બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. AMCનું માનવું છે કે લાંબા ગાળાની સલામતી અને વધતી ટ્રાફિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય શહેર માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
નવો બ્રિજ બનાવવાનો ખર્ચ અને સમયગાળો વધશે
અગાઉ સુભાષ બ્રિજના માત્ર રિપેરિંગ પાછળ ₹236 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આખો બ્રિજ નવેસરથી બનાવવાનો હોવાથી પ્રોજેક્ટના કુલ ખર્ચમાં મોટો વધારો થશે. બ્રિજના રિપેરિંગ કામ માટે અગાઉ 9 મહિનાનો સમય લાગવાનો અંદાજ હતો, પરંતુ હવે નવો બ્રિજ બનાવવાનો હોવાથી આ સમયગાળામાં પણ નોંધપાત્ર વધારો થશે.

હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નવા પ્રોજેક્ટના કોસ્ટ, ટાઇમ, સંપૂર્ણ પ્રોજેક્ટ લાઇફ અને નવી ડિઝાઇન સહિતના તમામ ટેકનિકલ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સલામતીના ભાગરૂપે લેવાયેલો આ નિર્ણય શહેરના ભવિષ્યના ટ્રાફિક વ્યવસ્થાપન માટે અત્યંત મહત્ત્વનો સાબિત થશે.
સુભાષ બ્રિજના પુનઃનિર્માણ અંગે IIT Roorkee, IIT Gandhinagar અને અગ્રણી બ્રિજ નિષ્ણાત શ્રી મહેશ ટંડનના અભ્યાસ મુજબ બ્રિજનું સંપૂર્ણ પુનઃનિર્માણ લાંબા ગાળે વધુ સુરક્ષિત અને ટકાઉ વિકલ્પ બની શકે છે.
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) June 24, 2026
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું કે ટેકનિકલ અભ્યાસ, ખર્ચ અને… pic.twitter.com/raoo8qEvQN
