લોક ડાઉનથી સતત બંધ રહેલી અમદાવાદની સ્થાનિક વાહનવ્યવહાર સેવા એએમટીએસ તથા બીઆરટીએસ આજથી પૂર્વવત શરૂ થઈ ગઈ.
- ગત 22મી માર્ચ જાણતા કરફ્યુથી એએમટીએસ તથા બીઆરટીએસ બંધ કરાઇ હતી.
- અનલોક શરૂ થયા બાદ આંશિક બસ સેવા શરૂ કરાઇ હતી જેમાં બ્રિજ ક્રોસ થતો નહોતો.
- આજથી એએમટીએસ તથા બીઆરટીએસ પોતાના જૂના અંદાજમાં શરૂ થઈ છે.
જાણતા કરફ્યુથી લોક ડાઉનના સમયગાળા દરમિયાન અમદાવાદની સ્થાનિક બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી જે આજથી પૂર્વવત થઈ છે.
સત્તાવાળાઓ દ્વારા નિર્ણય

અમદાવાદમા કોરોનની તિવ્રતા ઓછી થતાં સત્તાવાળાઓ દ્વારા નિર્ણય લેવાયો હતો કે લોક ડાઉન પહેલા જે રીતે એએમટીએસ તથા બીઆરટીએસ બસો પૂર્વવત શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો તે મુજબ આજે અમદાવાદની આગવી ઓળખ સમાન એએમટીએસ આજે રસ્તા ઉપર જોવા મળી હતી.
શહેરીજનોમાં આનંદની લાગણી
આશરે 6 મહિનાથી બંધ રહેલી અમદાવાદ શહેરની સ્થાનિક બસ સેવા આજથી પૂર્વવત થતાં શહેરીજનોમાં આનંદની લાગણી જોઈ શકતી હતી. સ્થાનિક બસ સેવા શરૂ થતાં ખાસ કરીને રોજબરોજ નોકરી અર્થે અપડાઉન કરતાં મધ્યમ વર્ગના લોકોમાં વધુ ખુશી જોઈ શકાતી હતી.
50 ટકા ક્ષમતા સાથે બસો ચાલશે
કોરોનાની સ્થિતિ જોતાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને બસસેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો જેમાં બસો પોતાની સીટ ક્ષમતા કરતાં 50 ટકા ક્ષમતા સાથે દોડશે સાથે સાથે ઊભા રહેવાની કોઈ જ પરવાનગી આપવામાં આવી નથી. આ ઉપરાંત પ્રવાસીઓએ પોતાના હાથ સેનિટાઈઝ કરવાના રહેશે.
એએમટીએસ તથા બીઆરટીએસની મળીને 900 કરતાં વધુ બસો પૂર્વવત થઈ
એએમટીએસ ના 149 રુટ ઉપર 650 બસો દોડશે તથા 50 બસો સ્પેરમાં રહેશે તથા 13 બીઆરટીએસ રુટ ઉપર 200 કરતાં વધુ બસો શરૂ થઈ ગઈ હતી જે અનલોક શરૂ થયા બાદ આંશિક રીતે શરૂ થઈ ત્યારે એએમટીએસના 77 રૂટ ઉપર 355 બસો દોડતી હતી તથા બીઆરટીએસના 8 રૂટ ઉપર 125 બસો દોડતી હતી.