શહેરના ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા

દિપાવલી મહાપર્વ નિમિત્તે શહેરમાં જુદી જુદી અનેક જગ્યાઓએ દિવાળીની અનેકવિધ રીતે ઉજવણીઓ કરવામાં આવી હતી.

ધનુષ ફૉઉન્ડેશન દ્વારા આયોજિત દિવાળીની ઉજવણી રૂપે ભવ્ય રંગોળી પ્રદર્શન તથા ગરીબ બાળકો સાથે ઉજવણી નો કાર્યક્રમ કરવામાં આવ્યો.

તેમાં રંગોળી ના મુખ્ય આકર્ષણ તરીકે ભગવાન શ્રી રામ જન્મભૂમિ એટલે કે “શ્રી રામ મંદિર અયોધ્યા” ની ભવ્ય રંગોળી કરવામાં આવી હતી.

જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ગીતાબેન પટેલ (ડેપ્યુટી મેયર શ્રી) ઉપસ્થિત રહ્યા હતા.