ગુજરાત (Gujarat) રાજ્ય પોલીસ વિભાગે માહિતી અધિકાર (RTI) ના જવાબ દ્વારા ખુલાસો કર્યો છે કે ગુજરાતભરના (Gujarat) 27 ગામો હાલમાં પોલીસ સુરક્ષા હેઠળ છે અને કેટલાક એક દાયકા કરતા વધુ સમયથી સુરક્ષા હેઠળ છે.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર મહેસાણાના એડવોકેટ કૌશિક પરમાર દ્વારા રાજ્યના પોલીસ-સંરક્ષિત ગામોની વિગતો માંગતી RTI અરજી દાખલ કરવામાં આવી હતી.
ગુજરાત (Gujarat) ની સ્થિતિ અંગે આરટીઆઈનો ઉત્તર
TOI નો અહેવાલ જણાવે છે કે 21 માર્ચે પરમારને આપવામાં આવેલો ઉત્તર એ તરફ નિર્દેશ કરે છે કે જાતિ આધારિત અને સાંપ્રદાયિક તિરાડોની અસરો લાંબા સમય સુધી ચાલતી હોય છે. લાંબા સમય સુધી પોલીસ રક્ષણ હેઠળ રહેલા ગામોમાં અમદાવાદના બગોદરા તાલુકામાં લોલિયાનો પણ સમાવેશ થાય છે.
ખુલ્લામાં શૌચ કરવાના વિવાદ બાદ એક દલિત વ્યક્તિની હત્યા થયા બાદ 1 જુલાઈ, 2013 થી અહીં પોલીસની હાજરી છે. RTI દસ્તાવેજો અને પોલીસ સૂત્રો અનુસાર, આ મુદ્દા પર પીડિત પર હુમલો કરવામાં આવ્યો ત્યારે હિંસક ઝઘડો થયો હતો, જેના પરિણામે પીડિતના પરિવારના બે સભ્યોની હત્યા થઈ હતી. એક દાયકા પછી પણ અધિકારીઓ ગામમાંથી સુરક્ષા કવચ હટાવી શકાય તે માટે ઉચિત સ્થિતિ માનતી નથી.

બીજો કિસ્સો ગુજરાત (Gujarat) ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢિયાળાનો છે જ્યાં 2016 માં, ચાર ભાઈઓ – અશોક, વશરામ, બેચર અને રમેશ સરવૈયા – ને મૃત ગાયનું ચામડું ઉતારવા બદલ સ્વ-ઘોષિત ‘ગૌરક્ષકો’ (ગાય રક્ષકો) દ્વારા કપડાં ઉતારીને જાહેરમાં નિર્મમ રીતે માર માર્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું, ભારે આંદોલન જગાવ્યું હતું અને લોકસભામાં પણ તેની ચર્ચા થઈ હતી. આ ઘટના ઘટ્યા બાદ ગુજરાતના (Gujarat) દલિત રાજકીય આકાશમાં જિગ્નેશ મેવાણીનો ઉદય થયો હતો અને બાદમાં તેઓ બે વખત ધારાસભ્ય બન્યા. વર્તમાનમાં પણ ધારાસભ્ય છે.
જિલ્લા પોલીસ અધિક્ષકે આપેલા RTI ના જવાબમાં જણાવાયું હતું કે ગામમાં સતત તણાવ અને સુરક્ષા જોખમોને કારણે પોલીસ સુરક્ષા ચાલુ રાખવામાં આવી છે.

ભાવનગરનું ગારિયાધાર 2018 થી પોલીસ સુરક્ષા હેઠળ છે, જેમાં સવર્ણ અને દલિત સમુદાય વચ્ચે વીજળી કનેક્શન વિવાદ પર હિંસક અથડામણ થઈ હતી. હિંસા ફરી ભડકવાની આશંકાથી, સુરક્ષા દળો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ તારણો પર આક્રોશ વ્યક્ત કરતા, પરમારે કહ્યું, “તે એક દુઃખદ સ્થિતિ છે કે ગુજરાતમાં દલિતોને ભયમાં જીવવું પડે છે. પોલીસ સુરક્ષા મળે ત્યાં સુધી તેઓ સુરક્ષિત છે. નહિંતર, તેમના પર હુમલો કરવામાં આવશે, ત્રાસ આપવામાં આવશે અને પ્રતાડિત કરવામાં આવશે.”
[…] ગુજરાતના ડીસામાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં […]