Viral Video: કેટલીક વખત નિસર્ગ એવા દ્રશ્ય નિર્માણ કરે છે કે માનવ આશ્ચર્યચકિત રહી જાય છે. ઘણી વખતે કુદરતના જાદુ સ્વયં કુદરત પણ આશ્ચર્યથી જોતી રહી જતી હશે. આ પ્રકારે આશ્ચર્યચકિત કરનારી ઘટનાઓ પહેલા પણ ઘટતી જ હશે પરંતુ આજની જેમ જે તે સમયે કેમેરા ઉપ્લબ્ધ ન હોવાથી સામન્ય માન સુધી નહોતા પહોંચી શકતા અથવા બહુ ઓછા લોકો સુધી પહોંચતા હતા. જો કે હવે મોબાઈલ ક્રાંતિ અને મોબાઈલમાં કેમેરાએ કુદરતના આ જાદુઈ દ્રશ્યો વાયરલ વિડીયો (Viral Video) દ્વારા સૌ સુધી પહોંચાડી દેવાનું કાર્ય કરી રહ્યા છે.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારત આધ્યાત્મિક મહત્વ ધરાવતો દેશ હોવાથી અહિં નિસર્ગને ધાર્મિક ભાવનાથી વધુ જોવામાં આવે છે. અહીં ધરતીને ધરતી, નદી અને પ્રકૃતિને સ્વયં માતા જ્યારે સૂર્ય અને ચંદ્રને દેવતા, ભગવાનનું સ્થાન આપવમાં આવ્યું છે. ભારતમાં નિસર્ગને માતા સમાન દરજ્જો આપીને પૂજવામાં આવે છે. સુર્યને સમગ્ર પ્રકૃતિનું કેન્દ્ર ગણવામાં આવે છે.

વાયરલ વિડીયોમાં (Viral Video) સળગતો દેખાયો પર્વત
વાયરલ વિડીયો (Viral Video) પણ એક અજબ પ્રકારની પ્રક્રીયા છે જેને જોતા જ લોકો આશ્ચર્ય પામે છે અથવા લોકોમાં રમૂજ ફેલાય છે. વાયરલ વિડીયો (Viral Video) હવે કે વિજ્ઞાન બની રહ્યા છે એવું લાગે છે. તાજેતરમાં એક વાયરલ વીડિયોની ચર્ચા સોશ્યલ મીડિયા પર ખુબ થઈ રહી છે. આ વાયરલ વિડીયોમાં સૂર્યની ધગધગતી જ્વાળાઓ પર્વત ઉપરથી ફેલાતી હોય તેમ જણાય છે. કહેવાય છે કે આ વાયરલ વિડીયો (Viral Video) ચીનના મેઈલી સ્નો માઉન્ટેન પર ફિલ્માવાયુ છે. વાયરલ વીડિયોમાં બરફથી ઢંકાયેલા પર્વતોની ઉપરથી સૂર્ય જ્વાળા આકશ તરફ જતી દેખાય છે – એવું લાગે જાણે સૂર્ય જીવંત થઈ ગયો હોય, ભડભડ સળગી રહ્યો હોય.
A combination of orographic clouds and the setting sun creates the illusion of flames on the Meili Snow Mountains in China.pic.twitter.com/YgOHbuWGL5
— Wonder of Science (@wonderofscience) April 26, 2025
આ વિડિયો @wonderofscience નામના X હેન્ડલ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વાયરલ વિડીયોમાં જોવા મળતું આ દૃશ્ય ઓરોગ્રાફિક ક્લાઉડ્સ (પર્વત પર પવન અને ભેજના અથડામણથી બનેલા વાદળો) ના કારણે સર્જાયેલી દ્રષ્ટિભ્રમ છે. વાયરલ વિડીયોમાં દેખાતું દ્રશ્ય એ વખતનો લાગે છે જ્યારે સૂર્ય અસ્ત થતો હોય અને તેના કિરણો વાદળો વચ્ચે પડે છે ત્યારે તે જ્વાળાની જેમ ઝગમગાટ કરે છે.
દેવલિપિ ન્યુઝ વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ દૃશ્યને ઘણા લોકોએ “જાદુઈ”, “અવિસ્મરણીય” અને “કુદરતન ચમત્કાર” ગણાવ્યું છે. કેટલાક યુઝર્સે શંકા વ્યક્ત કરી છે કે કદાચ આ વીડિયોમાં એઆઈનો ઉપયોગ થયો હોય શકે, પણ મોટા ભાગે લોકો કુદરતી દૃશ્યની સુંદરતામાં ડૂબી ગયા છે.

[…] સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી પહેલા આરામથી […]
[…] Flying Car: હોલીવુડ અને કાર્ટૂન ફિલ્મોમાં એક સમયે જોવા મળતી ઉડતી કાર (Flying Car) હવે વાસ્તવિકતા બની ગઈ છે. વર્ષ 2026 સુધીમાં, એવી કાર બજારમાં આવવા જઈ રહી છે જે મુસાફરને બેસાડતાની સાથે જ હવામાં ઉડવા માંડશે. આ વાત વિચિત્ર લાગે છે પણ સાચી છે. જુઓ વિડીયો […]
[…] વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે એક બાળકી […]