વાયરલ વિડીયો ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના જમાનામાં હવે વિશ્વમાં અનેક પ્રકારના ગેંગ વોર થતા સાંભળ્યા હશે, પરંતુ ક્યારેય વાંદરાઓનું (Monkey) ગેંગ વોર થયું હોય એવું સાંભળ્યું કે જોયું નહી હોય? જોકે તાજેતરમાં વાયરલ વીડિયો થયો છે જેમાં જોઈ શકાય છે કે સેંકડો વાંદરાઓના (Monkey) બનેલા બે જૂથો એકબીજા સાથે ખુંખાર રીતે લડતા જોવા મળી રહ્યા છે.

પ્રાણીઓના વાયરલ વીડિયો જોનારાઓને પસંદ આવતા જોવા મળે છે. કેટલાક વાયરલ વીડિયોમાં પ્રાણીઓની એવી હરકતો જોવા મળતી હોય છે કે થોડીક જ ક્ષણોમાં લાખો લોકો સુધી પહોંચી જાય છે અને લોકો તેને ફટાફટ શેર કરવા માંડે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં વાંદરાઓના (Monkey) બે જૂથ એક-બીજા સાથે જેમ હિંદી ફિલ્મોમાં બે ગેંગ લડતી જોવા મળતી હોય છે તેવી જ રીત લડતી જોવા મળી રહી છે. વાનરોની આ અજબ પ્રકારની ગેંગવોર જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. આશ્ચર્યની બાબત એવી છે કે પ્રાણીઓ વચ્ચે ગેંગવોરનો વીડિયો પહેલા કદી જોવા મળ્યો નથી.

ગેંગવોરમાં વાનરોએ (Monkey) મચાવી ચીસાચીસ
આ વાયરલ વીડિયોમાં જોવા મળતી વાનરોના (Monkey) બે જૂથ એકબીજા સાથે ખુંખાર રીતે લડતા જોવા મળી રહ્યા છે. ગેંગવોર દરમિયાન બંને ગેંગના વાનરો (Monkey) મોટા અવાજેમાં ચીસો પાડતા જોવા મળી રહ્યા છે. આ વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે જ્યાં આ વાનરોની ગેંગવોર થઈ રહી છે ત્યાં આસપાસમાં મોટા-મોટા પહાડો જોવા મળી રહ્યા છે, વાનરો વચ્ચે થતી લડાઈ દરમિયાન ધુળના ગોટેગોટા ઉડતા જોવા મળી રહ્યા છે. સૌથી આશ્ચર્યજનક એ છે કે આ ગેંગવોર ચાલે છે તે વખતે ત્યાં એક સફેદ રંગની કાર પણ ઉભી છે.

વાયરલ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે વાનરોના (Monkey) બંને જૂથ એકબીજા ઉપર લાગ જોઈને હુમલો કરી રહ્યા છે. બંને ગેંગ એક-બીજાને પછાડવા તત્પર હોય એમ જણાઈ આવે છે. બન્ને ગેંગમાં ખુંખાર વાનરો હોય તેમ લાગી રહ્યું છે બન્નેમાંથી એક પણ ગેંગ હાર માનવા તૈયાર નથી અને એકબીજા ઉપર હિંસક રીતે હુમલા કરી રહ્યા છે એટલું જ નહી બન્ને ગેંગ લાગ જોઈને હુમલાની ગતિ વધારી રહી છે ત્યારે લોકો રસ્તાની બાજુમાં ઊભા રહીને આ દ્રશ્ય પોતાના કેમેરામાં કંડારી રહ્યા છે.

આ વિડિયોને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર @AMAZlNGNATURE નામના હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી હજારો લોકોએ જોયો છે અને જોનારાની સંખ્યા સતત વધી રહી છે. લોકો આ વાનરોની ગેંગવોરનો વાયરલ વિડીયો જોઈને તે અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “વાસ્તવમાં આ લડાઈ ખરેખર ખૂબ જ ખતરનાક લાગે છે.” ત્યારે બીજા યુઝરે વિડીયો જોયા પછી લખ્યું, “આ પ્રકારની ગેંગવાર કોઈને પણ આશ્ચર્યચકિત કરવા માટે પૂરતી છે.” ત્રીજાએ વિડીયો જોયા પછી લખ્યું કે “આ પ્રકારની લડાઈ સામાન્ય રીતે વાનરોમાં ભોજન માટે થાય છે.”
Monkey clans at war pic.twitter.com/PmJWhpGkvX
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) April 18, 2025