પુષ્પાના બંને ભાગમાં અલ્લુ અર્જુનનો એક ડાયલોગ ઘણો ફેમસ થયો હતો, “પુષ્પા, ઝુકેગા નહી સાલા” આ સંવાદ ફિલ્મ જેટલું જ ચાહકોમાં લોકપ્રિય થયો હતો. બોક્સ ઓફિસ પર પણ એવું જ પ્રદર્શન જોવા મળ્યું છે. ખાસ કરીને અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ધ રાઇઝનો બીજો ભાગ. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. જેનો સીધો સંબંધ ત્રીસના આંકડા સાથે છે. પુષ્પા 2 ધ રાઇસના કલેક્શનના રેકોર્ડ માં 30, 30, 30 નું ગણિત શું છે? આ ગણિત પોતાનામાં જ એક નવું ઉદાહરણ બની ગયું છે.
શું છે 30, 30, 30, 30, 30, 30, 30 નું ગણિત?
સાઉથ ઈન્ડિયન મૂવીઝના ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજય બાલને આ અંગે એક રસપ્રદ ટ્વીટ કર્યું છે. તેમણે તેમની ટ્વીટમાં એકની નીચે એક એમ સાત વખત 30 નો અંક લખ્યો છે. અને, છેલ્લે લખ્યું છે કે પુષ્પા 2 ધ રાઇઝ ભારતીય સિનેમાના ઈતિહાસની પહેલી ફિલ્મ બની છે જેણે સતત સાત દિવસ સુધી 30, 30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. વીકએન્ડના ત્રણ દિવસ પૂરા થયા પછી કામકાજના દિવસોમાં પણ પુષ્પા 2 ધ રાઇઝની કમાણીમાં કોઈ ઘટાડો થયો નથી અને તેણે 30 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
3️⃣0️⃣
— Manobala Vijayabalan (@ManobalaV) December 12, 2024
3️⃣0️⃣
3️⃣0️⃣
3️⃣0️⃣
3️⃣0️⃣
3️⃣0️⃣
3️⃣0️⃣
Pushpa 2 becomes the first ever film in the history of Indian cinema to score ₹30 cr+ continuously for 1st 7 days in Hindi
શું છે પુષ્પા 2 ધ રાઇઝનો નવો રેકોર્ડ?
પુષ્પા 2 ધ રાઇઝ રિલીઝ થઈ તે દિવસથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. અલ્લુ અર્જુનના ચાહકો આ બહુપ્રતિક્ષિત ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ઉમટી પડ્યા છે. જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થાય છે પછી તેની એક દિવસની કમાણીથી લઈને આવનારા દિવસોની કમાણી સુધીના ઉતાર-ચઢાવ આવે જ છે. પરંતુ પુષ્પા ટુ ધ રાઇઝ આ બાબતમાં સાવ અલગ સાબિત થઈ છે. આ ફિલ્મે પહેલા દિવસે જેટલી કમાણી કરી હતી તેટલી જ કમાણી સાતમા દિવસે પણ કરી હતી. સમગ્ર અઠવાડિયા માં એક સરખી રકમની કમાણી કરવાનો પોતાનામાં એક નવો રેકોર્ડ છે.