સની દેઓલ અને અમિષા પટેલની ગદર અને ગદર-2ને અભુતપુર્વ અને ભરપૂર આવકાર મળ્યા બાદ, ગદર એક પ્રેમ કથાની અભુતપુર્વ સફળતાના બે દશકા બાદ ગદર-2 આવી અને જબરદસ્ત ધુમ મચાવી દર્શકોએ આ ફિલ્મને પણ વધાવી લીધી હતી. આમ તો અનેક ફિલ્મ વિવેચકો ગદર-2 ફિલ્મની સફળતા અંગે ઘણી આશંકાઓ ધરાવતા હતા પરંતુ તેમની દરેક આશંકાઓને ખોટી સબિત કરીને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ગદર એક પ્રેમ કથાની સફળતા કરતા વધુ સફળતા પ્રાપ્ત કરીને 22 વર્ષ બાદ સની દેઓલ ફરીથી સફળતાની ગેરંટી સાબિત થયા છે. ગદર-2ની જોરદાર સફળતાથી પ્રોત્સાહિત થઈને હવે ગદર-3ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
કેવી હશે સ્ટાર કાસ્ટ ?
એક ઈન્ટરવ્યુમાં ફિલ્મ પ્રોડ્યુસર અનિલ શર્માએ કહ્યું હતું કે તે ‘ગદર 3’માં આ જ સ્ટાર કાસ્ટને કાસ્ટ કરશે. તેમણે કહ્યું હતું કે, ‘અમે ગદર 3ને ‘ગદર’ અને ‘ગદર 2’ બંને કરતાં મોટા સ્તરે બનાવીશું. પહેલા અને બીજા ભાગની જેમ ત્રીજા ભાગમાં પણ સની દેઓલ હશે. શક્ય છે કે ત્રીજા ભાગમાં અન્ય અભિનેતા અથવા અભિનેત્રી દ્વારા કેમિયો હશે. પરંતુ, સ્ટાર કાસ્ટ યથાવત રહેશે. ફિલ્મ પ્રોડ્યુસર અનિલ શર્માએ આગળ કહ્યું કે, ત્રીજા ભાગમાં, અમે સની દેઓલના હેન્ડપંપને ઉખાડી નાખવાનું દ્રશ્ય પણ બતાવીશું.
ગદર એક પ્રેમ કથા અને ગદર-2 બન્ને ફિલ્મોમાં સની દેઓલે પાકિસ્તાનમાં જઈને જે તરખાટ મચાવ્યો હતો તે દર્શકોને પસંદ આવ્યો છે ત્યારે હવે ગદર સીરિઝની ત્રીજી ફિલ્મની કથા ફાઈનલ થઈ ગઈ હોવાની ખબરો વહેતી થઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ પ્રોડ્યુસર અનિલ શર્માએ ગદર સીરિઝની આ ત્રીજી ફિલ્મની સ્ટોરી ફાઈનલ કરી દીધી છે એટલું જ નહી પરંતુ તેનું સ્ક્રિનિંગ પણ શરૂ થઈ ગયું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ ઉપર કામ ચાલી રહ્યું છે અને તે નક્કી થઈ જશે પછી ફિલ્મનું પ્રી-પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. મોટાભાગે ઓગસ્ટ 2024થી ગદર નું શૂટિંગ શરૂ કરવામાં આવશે એવા સમાચાર છે. ફિલ્મનું શૂટિંગ અને પોસ્ટ પ્રોડકશન કાર્ય પુરુ થઈને ફિલ્મ રિલીઝ થવામાં લગભગ બે વર્ષનો સમય લાગશે. જો બધું જ યોજના મુજબ ચાલશે તો ગદર-3 વર્ષ 2025માં સ્વતંત્રતા દિવસે થીયેટરોમાં રીલિઝ કરવામાં આવશે.