એલ્વિશ યાદવે (Elvish Yadav) તાજેતરમાં ચુમ દરાંગ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. હવે અરુણાચલ પ્રદેશ મહિલા આયોગે આ મામલે કાર્યવાહી કરતા રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર લખ્યો છે.
યુટ્યુબર રણવીર ઈલાહાબાદીયા અને તેની સાથેના કેટલાક અન્ય યુટ્યુબર્સની અભદ્ર અને અશ્લિલ ટીપ્પણીઓ ઉપર રાષ્ટ્રીય ચર્ચા છેડાઈ ચુકી છે, મુદ્દો છેક સંસદમાં પણ ઉઠ્યો છે. હજુ આ મુદ્દાની શાહી સુકાઈ નથી ત્યાં એલ્વિશ યાદવે (Elvish Yadav) તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં બિગ બોસ-18ના સ્પર્ધક ચુમ દરાંગ પર કરેલી અભદ્ર ટિપ્પણીનો મુદ્દો સામે આવ્યો છે.

એલ્વિશ યાદવે (Elvish Yadav) કરેલી એક સપ્તાહ જૂની ટિપ્પણીનો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ તેને લઈને એલ્વિશ યાદવની આકરી ટીકા પણ કરી રહ્યા છે. ચુમ દરાંગે પણ તેને ફટકાર લગાવી છે. હવે આ મામલે અરુણાચલ પ્રદેશ મહિલા આયોગની એન્ટ્રી થઈ છે.
અરુણાચલ પ્રદેશ મહિલા આયોગની એન્ટ્રી
અરુણાચલ પ્રદેશ મહિલા આયોગના અધ્યક્ષ કેંજુમ પાકમે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા કિશોર રહાતકરને પત્ર લખીને એલ્વિશ યાદવ (Elvish Yadav)ની અભદ્ર ટીપાણી મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે. કેંજુમ પાકમે લખ્યું, ‘તેની (એલવિશ) ટિપ્પણી ન માત્ર ચુમ દરાંગનું અપમાન કરે છે પરંતુ ઉત્તર-પૂર્વ ભારતના સમગ્ર મહિલા સમાજનું પણ અપમાન કરે છે. સોશિયલ મીડિયા પર તેની ટિપ્પણીઓએ ખાસ કરીને ચુમ દરાંગની પ્રતિષ્ઠા અને સામાન્ય રીતે ઉત્તરપૂર્વની તમામ મહિલાઓની પ્રતિષ્ઠાને કલંક લગાડ્યું છે. આવી વર્તણૂક અને અપમાનજનક ટિપ્પણીઓ ઉત્તર પૂર્વની જે મહિલાઓ જેઓ બોલિવૂડમાં તેમના સપના પૂરા કરવા આગળ વધી રહી છે તેમનામાં ડર, અસુરક્ષા અને હાંસિયામાં ધકેલાઈ જવાનો ડર પેદા કરે છે.

શું કહ્યું એલ્વિશ યાદવે ?
એલ્વિશ યાદવે (Elvish Yadav) રજત દલાલ સાથે પોડકાસ્ટમાં કરણ વીર મેહરા અને ચુમ દરાંગની મજાક ઉડાવી હતી. તેણે કહ્યું હતું- ‘કરણ વીરને ચોક્કસપણે કોવિડ હતો કારણ કે જેને ચુમ કોને ગમે છે ભાઈ, કોઈનો ટેસ્ટ આટલો ખરાબ કેવી રીતે હોઈ શકે? અને ચુમના તો નામમાં જ અશ્લીલતા છે.’

ચુમ દરાંગે પણ આપ્યો જડબાતોડ જવાબ
એલ્વિશ યાદવ (Elvish Yadav) ની અભદ્ર ટિપ્પણી પછી ચમ દરંગે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી પોસ્ટ કરી હતી. તેણે લખ્યું કે કોઈના નામ, ઓળખ અને સિદ્ધિઓની મશ્કરી કરવી એ મજાક નથી. રમૂજ અને નફરત વચ્ચે એક રેખા દોરાવી જોઈએ. તેણે એમ પણ લખ્યું કે અમે બધા સન્માન, ગૌરવ અને સમાનતાના હકદાર છીએ. આ પોસ્ટમાં ચુમે વંશવાદ સામે અવાજ ઉઠાવવાની અપીલ પણ કરી હતી.
#ChumDarang shared a note addressing the statement made by @ElvishYadav on his podcast where he said “Karan Veer definitely had Covid because who even likes Chum? Who has such bad taste? And Chum’s name itself is vulgar. Her name is Chum, and she worked in Gangubai Kathiawadi” pic.twitter.com/YcHPQLgAKb
— GOODTIMES (@mygoodtimes) February 10, 2025
[…] ગોટ લેટેન્ટ નામના કોમેડી શૉમાં રણવીર અલ્હાબાદીયા અને અન્યોએ અશ્લિલ ટીપ્પણી કરી હતી તે […]