ભાર વગરના ભણતર (Education) અંગે આજે સમગ્ર વિશ્વમાં ગંભીર ચર્ચા થઈ રહી છે ત્યારે સોશ્યલ મીડિયા પર કંઈક એવું જોવા મળ્યું કે જેને જોઈને જોનારા એક તરફ ગંભીર ચર્ચા કરવા લાગ્યા અને બીજી તરફ મજા પણ માણવા લાગ્યા. ભણતર (Education), શાળા, ટ્યુશન, હોમવર્કના તણાવ સામે ઝઝૂમતા વિદ્યાર્થીઓ માટે આ નાનકડો વાયરલ વિડીયો એક નાની બાળકી તરફથી આવેલો મજાકભર્યો મેસેજ ગણી શકાય ! જોકે નાની બાળકીએ કર્યું એ મ્ન જ કરવું જોઈએ

તાજેતરમાં સોશ્યલ મિડીયા ઉપર એક નાનકડી બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં એ નાની બાળકી શાળામાંથી પરત ફરતી હોય તેવું લાગી રહ્યુ છે. બાળકો આજકાલ શાળામાં ચાલતી મોટાભાગે કંટાળાજનક ભણતરની (Education) પદ્ધતિથી શું શિખ્યા એવા પ્રશ્નનો ઉત્તર શોધતા હોય તેમ શાંત દેખાતા હોય છે, પણ આ વાયરલ વિડીયોમાં દેખાતી નિર્દોષ બાળકીએ જે કર્યું તે સાવ જ જુદુ જ છે! ચલતા ચાલતા જતી બાળકી થોડીક ચિંતાજનક મુદ્રામાં હોય તેવું લાગે છે પછી અચાનક એકાએક ઉભી રહી જાય છે, હાથમાં રહેલું પુસ્તક ગડી વાળીને ધીમેથી ગટરમાં સરકાવી દે છે – અને પછી તો જાણે બધો ભાર ઉતારી દીધો હોય તેમ આનંદથી નાચતી-કુદતી આગળ વધી જાય છે.

ભણતરનો (Education) નો ભાર ઉતાર્યો?
વાયરલ વિડીયોમાં દેખાતી નિર્દોષ અને નિષ્કપટ બાળકીની હરકત સોશ્યલ મિડીયા ઉપર સૌને મજા કરાવી રહી છે. અનેક લોકો કમેન્ટ કરી રહ્યાં છે કે બાળકીએ જાણે ‘અભ્યાસથી મુક્તિ’ માણી રહી હોય. કેટલાયે લોકોએ તેના નિર્દોષ હાવભાવ જોઈ તેના વખાણ કર્યા અને કહ્યું કે આ બાળક ખરેખર “તણાવ મુક્ત જીવન” જીવવા માટેનું સાચુ ઉદાહરણ છે.
વિડીયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે અને 12 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે. દરેક કોમેન્ટમાં એક જેવી ભાવના: “ટેન્શન ગયુ, હવે મજા શરૂ!”

કેટલાક સોશ્યલ મિડીયા વપરાશકર્તાઓએ પોતાનો મત રજૂ કરતા કહ્યું કે પુસ્તક ગટરમાં ફેંકી દેવું ઉચિત નથી, જોકે અનેક લોકોએ આ બાળકીની નિર્દોષતા, સાદગી અને આનંદને સકારાત્મક લેતાં કહ્યું – “જીવનમાં કેટલીકવાર બધું ભૂલીને માત્ર આનંદિત થવું પણ જરૂરી છે.”
आज से सारी टेंशन खत्म pic.twitter.com/fnG6nP1ihq
— Geeta Patel (@geetappoo) April 3, 2025
નોંધ : દેવલિપિ ન્યુઝ ડોટ કોમ ભાર વગરના ભણતરનું (Education) સમર્થક છે પરંતુ આ પ્રકારે પુસ્તકને ગટરમાં ફેંકી દેવાને સમર્થન આપતું નથી.