– ચીન માટે જિનપિંગ કરોડરજ્જુ : ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી
– માઓ અને દેંગની સમકક્ષ ગણાવાયા
– ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી ઉપર જિનપિંગ સંપૂર્ણપણે હાવી
ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીએ કર્યો ઠરાવ
ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીની આજે મળેલી કેન્દ્રીય સમિતિની બેઠકમાં શી જિનપિંગ ની તરફેણમાં ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિએ પસાર કરેલા ઠરાવમાં શી જિનપિંગનો ત્રીજી વખત ચીનના પ્રમુખપદે આરૂઢ થવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ ઠરાવમાં ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિએ શી જિનપિંગને માઓ ઝેડોંગ અને દેંગ શિયાઓપિંગની સમકક્ષ દરજ્જો આપવામાં આવ્યો છે.
શી જિનપિંગ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી ઉપર સંપૂર્ણપણે હાવી
શી જિનપિંગ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી ઉપર જબરદસ્ત રીતે પ્રભૂત્વ ધરાવે છે એનો જાણે પડઘો પડતો હોય એવી રીતે શી ની તરફેણમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો, આ ઠરાવમાં શી જિનપિંગનો 17 વખત નામજોગ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ધ્યાન આકર્ષિત કરે તેવી બાબત એ છે કે ચીનને સામ્યવાદી વિચારધારાના લોખંડી પરદા પાછળ લઈ જનારા માઓ ઝેડોંગનો ઉલ્લેખ માત્ર 7 વખત જ્યારે વર્તમાન ચીનની વર્તમાન આર્થિક નીતિઓના જનક અને સુધારક ગણાતા સુધારક દેંગ શિયાઓપિંગનો ઉલ્લેખ માત્ર 5 જ વખત કરવામાં આવ્યો છે.
શી એ તાઈવાનનો કોળિયો કરી જવાની વાત કરી
શી જિનપિંગનો ત્રીજા કાર્યકાળનો માર્ગ મોકળો થતાં તથા ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી ઉપર જિનપિંગનું પ્રભુત્વ જોતાં ચીનની વિસ્તારવાદી નીતિઓ વધુ આક્રમકતા પૂર્વક લાગુ કરવામાં આવશે એવું સ્પષ્ટ જણાઈ આવે તેવું નિવેદન શી જિનપિંગે આપ્યું છે. શી જિનપિંગે કહ્યું કે ચીનની અખંડતા માટે તાઈવાનનું ચીનમાં ભળેલું હોવું આવશ્યક છે.