Spread the love

– ભારતે ચીનની ચાલ ઉંધી પાડી

– બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિનાએ ચટગાંવ બંદર ભારતને ઓફર કર્યું.

– ચટગાંવ બંદર બાંગ્લાદેશનું મુખ્ય બંદર છે.

ભારતનો ચીન સામે મોટો ડિપ્લોમેટીક વિજય

ભારતે ચીનની ચાલ ઉંધી પાડીને બાંગ્લાદેશમાં ઘણી મોટી ડિપ્લોમેટિક સફળતા મેળવી છે. બાંગ્લાદેશ દ્વારા ભારતને પૂર્વોત્તરના રાજ્યો સાથે કનેક્ટિવિટી વધારવા માટે ચટગાંવ બંદરનો ઉપયોગ કરવાની રજૂઆત કરવામાં આવી છે. 

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિનાના પ્રેસ સચિવ એહસાનુલ કરીમે જણાવ્યું કે, બેઠક દરમિયાન વડાપ્રધાન હસીનાએ એ વિચાર રજૂ કર્યો હતો કે, બંને દેશોએ પોતાના સંપર્કમાં હજુ વધારવાની આવશ્યકતા છે. બાંગ્લાદેશના શેખ હસીનાએ ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરને કહ્યું હતું કે, પરસ્પર લાભ માટે એકબીજા સાથે સંપર્ક વધારવાની જરૂર છે. બાંગ્લાદેશના દક્ષિણપૂર્વીય ચટગાંવ બંદરનો ઉપયોગ કરવાથી ભારતના પૂર્વોત્તર ક્ષેત્રને વિશેષરૂપે ફાયદો થશે. સંપર્ક વધારવાથી ભારતના પૂર્વોત્તર રાજ્યો આસામ અને ત્રિપુરાને ખાસ કરીને ચટગાંવમાં બંદર સુધી પહોંચ મળી શકે છે. 

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાત દરમિયાન આ પ્રકારની રજૂઆત કરી હતી. ચટગાંવ બંદર એ બાંગ્લાદેશનું મુખ્ય બંદર છે. આ બંદર દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનવાની સાથે સાથે આસામ, મેઘાલય, મણિપુર અને ત્રિપુરા જેવા પૂર્વોત્તરના રાજ્યો સાથેની કનેક્ટિવિટીમાં પણ અસરકારક વધારો થશે.

ભારતીય વિદેશમંત્રી જયશંકરે સત્તાવાર યાત્રા અંતર્ગત બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહોંચ્યા હતા જ્યાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી તરફથી નવી દિલ્હી આવવાનું નિમંત્રણ આપ્યું હતું. જયશંકરે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘વડાપ્રધાન શેખ હસીનાનો તેમના હુંફાળા સ્વાગત બદલ ધન્યવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત શુભકામનાઓ પાઠવી. બંને નેતાઓના માર્ગદર્શનથી અમારા દ્વિપક્ષીય સંબંધો મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે.’


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *